Gujarat

ટ્રેનમાં બેસવા જતાં મહિલાના ત્રણ લાખના દાગીનાના પર્સની ચોરી

By GS TEAM
20 Oct 20251 min read
ટ્રેનમાં બેસવા જતાં મહિલાના ત્રણ લાખના દાગીનાના પર્સની ચોરી

અમદાવાદ, સોમવાર

કાલુપુર રેલવે સ્ટેશને દિવાળીના પર્વમાં ચોરી-લૂંટફાટ કરતી ટોળકી સક્રિય બની રહી છે. નરોડાની મહિલા ટ્રેનમાં બેસવા જતી હતી આ સમયે આરોપીએ મહિલાનું રોકડા તથા  દાગીના સહિત રૃપિયા ત્રણ લાખના મુદ્દામાલ ભરેલા પર્સની ચોરી કરી હતી. આ બનાવ અંગે કાલુપુર રેલવે પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

કાલુપુર રેલવે સ્ટેશને ચાલું  ટ્રેનમાં ચોરી-લૂંટફાટના બનાવો વધી રહ્યા છે  પણ  આરોપી પકડાતા નથી

નવા નરોડા રહેતા 58 વર્ષની મહિલાએ કાલુપુર રેલવે પોલીસમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા.૧૫ના રોજ પરિવાર સાથે કાલુપુર રેલવે સ્ટેશનથી ગાંજીપુર ખાતે જતા હતા. ટ્રેનમાં બેસવા જતા હતા ત્યારે ભીડનો લાભ લઇને અજાણી વ્યકિતએ તેમના ખભે ભરાવેલા પર્સની ચોરી કરી હતી.

પર્સમાં મહિલનો મોબાઇલ તથા રોકડા રૃા. ૨,૫૦૦ તથા સોનાના દાગીના સહિત કુલ રૃા.૩,૦૩,૭૦૦ની મત્તાની ચોરી કરી હતી. આ ઘટના અંગે રેલવે પોલીસે ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશનને ચાલું ટ્રેનમાં દાગીના સહિત કિંમતી માલ સામાનની ચોરીના બનાવો વધી રહ્યા છે છતાં પોલીસ દ્વારા ઓરોપીઓ પકડાતા નથી. મોટા ભાગના બીજા રાજ્યના પેસેન્જરો સાથે ચોરીની ઘટના બનતી હોવાથી ચોરી-લૂંટના ગુનો નાંેધાતા પણ નથી.