Get The App

નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા

સુરતથી અમદાવાદ આવતા હતા સાબરમતી ઉતરીને બેગ ચેક કરતાં ચોરીની જાણ થઇ

ફ્લાઇટમાં પંજાબ જવાનું હોવાથી ઉતાવળમાં કોલેજ બેગની ખુલ્લી ચેઇન બંધ કરી

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા 1 - image

અમદાવાદ, શુક્રવાર

ચાલું ટ્રેનમાં મુસાફરોના કિંમતી માલ સામાન તથા મોબાઇલની ચોરી અને ચેઇન સ્નેચીંગના બનાવો વધી રહ્યા છે. તેવા સંજોગોમાં નવસારીના સોની સુરતથી ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી રહ્યા હતા તઓ વડોદરાથી સીટ ઉપર સૂઇ રહ્યા હતા. દરમિયાન અજાણી વ્યક્તિએ તેમની પાસેની સ્કૂલ બેગમાંથી રૃા. ૧.૯૦ લાખના દાગીનાની ચોરી કરી હતી. આ બનાવ અંગે અમદાવાદ રેલવે પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ફ્લાઇટમાં પંજાબ જવાનું હોવાથી ઉતાવળમાં કોલેજ બેગની ખુલ્લી ચેઇન બંધ કરી, સીડી ઉતરીને ચેક કરતાં સોનાના દાગીના ગાયબ હતા ઃ રેલવે પોલીસ  દ્વારા ગુનો નોંધી તપાસ 

નવસારીમાં રહેતા અને સોનાના દાગીના બનાવવાનો વ્યવસાય કરતા યુવકે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા.૦૭-૦૪-૨૬ના રોજ સુરતથી અમદાવાદ આવવા માટે ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને આવતા હતા તેઓ વડોદરાથી ટ્રનમાં સૂઇ ગયા હતા. દરમિયાન અજાણી વ્યક્તિએ તેમની પાસેની સ્કૂલ બેગમાંથી રૃા. ૧.૯૦ લાખના દાગીનાની ચોરી કરી હતી. 

જો કે અમદાવાદ સાબરમતી સ્ટેશને ઉતરીને તેમને વિમાન મારફતે પંજાબ જવાનું હોવાથી ઉતાવળમાં બેગની ચેઇન બંધ કરી હતી અને બેગમાંથી કોઇક વસ્તું લેવા ચેઇન ખોલીને જોયું તો ખબર પડીને બેગમાંથી રૃા. ૧.૯૦ લાખના દાગીનના ચોરી થઇ છે. આ ઘટના અંગે અમદાવાદ રેલવે પોલીસે ચોરીનો ગુનો નોેંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે