કોલર પકડી હોમગાર્ડ જવાન ઉપર હુમલો કર્યો
જશોદાનગરમાં ટી સ્ટોલ બંધ કરવાનું કહેતા મારા મારી કરી
વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
અમદાવાદ, બુધવાર
દિલ્હી દરવાજા પાસે હોમગાર્ડ ઉપર હુમલા બાદ આજે જશોદાનગર ખાતે હોમગાર્ડ જવાન ઉપર હુમલો કરીને મારી નાંખવીની ધમકી આપી હતી. જેમાં મોડીરાત સુધી ટી સ્ટોલ ચાલુ રાખીને ઉંચા અવાજે ગાળો બોલતા હતા પોલીસે ગાળો બોલવાની ના પાડીને ટી સ્ટોલ બંધ કરવાનું કહેતા હોમગાર્ડ જવાનનો કોલર પકડીને લાફા માર્યા હતા અને તું અમને ઓળખતો નથી અમે હોમગાર્ડ સાથે વાત પણ કરતા નથી તેમ કહીને હવે પછી ટી સ્ટોલ બંધ કરાવવા આવ્યા તો મર્ડર કરી નાંખીશું કહીને ધમકી આપી હતી. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તારા જેવા હોમગાર્ડને અમે જવાબ આપતા નથી, હવે પછી ટી સ્ટોલ બંધ કરાવવા આવ્યા તો મર્ડર કરી નાંખીશું ઃ વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
વટવા જીઆઈડીસી પાસેની સોસાયટીમાં રહેતા અને વટવા જીઆઇડીસી ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતા યુવકે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં બે લોકો ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે જશોદાનગર દેવીમાતા ત્રણ રસ્તા પાસે ફરજ પર હાજર હતા
આ સમયે દેવીમાતા ત્રણ રસ્તા પાસે આવેલી રજવાડી ટી સ્ટોલ મોડીરાત સુધી ટી સ્ટોલ ચાલુ રાખીને ઉંચા અવાજે ગાળો બોલતા હતા જેથી તેઓને ગાળો બોલવાની ના પાડીને ટી સ્ટોલ બંધ કરવાનું કહેતા હોમગાર્ડ જવાનનો કોલર પકડીને તું મને ઓળતો નથી અમે હોમગાર્ડ જવાનને જવાબ આપતા નથી આ સમયે સાથે નોકરી કરતા મુકેશભાઇ વચ્ચે પડતા તેમની સાથે ઝપાઝપી કરીને ફરિયાદીને લાફા માર્યા હતા અનેે હવે પછી ટી સ્ટોલ બંધ કરાવવા આવ્યા તો મર્ડર કરી નાંખીશું કહીને ધમકી આપી હતી. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.