ચાવી બનાવનારા તિજોરીમાંથી ૬૫ હજારની મતા લઇ ગયા
લાકડાની તિજોરી રિપેરિંગ કરી નજર ચૂકવી બાજુની લોખંડની તિજોરીમાંથી ચોરી કરી
રામોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ,મંગળવાર
રામોલમાં તિજોરી રિપેરિંગ કરવા આવેલા બે શખ્સોએ મહિલાની નજર સામે તિજોરીમાંથી રોકડા ૨,૦૦૦ સહિત સોના-ચાંદીના દાગીના મળી કુલ ૬૫ હજારની મતાની ચોરી કરી હતી. ચોંકાવનારી બાબત એછે કે લાકડાની તિજોરી રિંપેર કરવા બોલાવ્યા હતા અને બાજુમાં મુકેલી લોખંડની તિજોરીમાંથી ચોરી કરીને નાસી ગયા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાએ રિપેરિંગના રૃપિયા આપતા ભાગી ગયા ચાવીથી તિજોરી ના ખુલતા બીજી ચાવીથી ખોલતા ચોરીની જાણ થઇ ઃ રામોલ પોલીસે ગુનો નોંધ્યો
રામોલ વિસ્તારમાં રહેતી મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની લોકડાની તિજોરીનું લોક બગડેલું હતું. બીજીતરફ તા. ૧૦ના રોજ સાંજના સમયે તાળાની ચાવી બનાવવા આવનારની બુમો સાંભળીને તેઓને ઘરે બોલાવ્યા હતા.
મહિલા તેમની પાસે ઉભેલા હતા આ સમયે આરોપીએ લાકડાની તિજોરી રિપેરિંગ કરતી વખતે બાજુની લોખંડની તિજોરીની ચાવી કાઢતાં મહિલાએ પૂછ્યું તોે ચાવી ચેક કરતા હોેવાની વાત કરી હતી. તિજોરી રિપેરિંગ થયા પછી મહિલાએ ચેક કરીને રૃા. ૮૦ આપતાં બન્ને જતા રહ્યા હતા. તેમના ગયા પછી મહિલાએ તિજારી ખોલવા પ્રયાસ કરતાં લોખંડની તિજોરી ખૂલતી ન હતી બુમાબુમ કરી શોધવા જતાં તેઓ નાસી ગયા હતા ઘરે આવીને બીજી ચાવીથી તિજોરી ખોલી તો તિજોરીમાંથી રોકડા ૨,૦૦૦ સહિત સોના-ચાંદીના દાગીના મળી કુલ ૬૫ હજારની મતાની ચોરી કરી હોવાની જાણ થઇ હતી. આ ઘટના અંગે રામોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છ