અમદાવાદ,બુધવાર
કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભુલાભાઇ ચાર રસ્તા પાસે રહેતા વૃદ્ધને એસ.બી.આઇ બેન્ક મેનેજર બોલું છું કહીને અજાણી વ્યક્તિએ ફોેન કરીને તમારી એપ બંધ છે તેવું કહીને પ્રોસેસ કરાવીને બેન્ક ખાતામાંથી રૃા. ૩.૨૫ લાખ કાઢી લીધા હતા. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બેન્ક મેનેજર બોલું છું કહી વોટ્સએપ ચાલું કરવાનું કહેતા વૃદ્ધના ખાતું ખાલી થયાનો મેસેજ આવ્યો ઃ કાગડાપીઠ પોલીસમાં ફરિયાદ
કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભુલાભાઇ ચાર રસ્તા પાસેની ચાલીમાં રહેતા વૃદ્ધે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૪ ના રોજ તેમના ફોનમાં અજાણી વ્યક્તિએ ફોન કરીને એસ.બી.આઇ બેન્ક મેનેજર બોલું છું કહીને ફોેન કરીને તમારી એપ બંધ છે તેવું કહીને પ્રોસેસ કરાવી હતી અને બીજા દિવસે વોટ્સ એપ ચાલુ કરવાનું કહેતા વૃદ્ધના બેન્ક ખાતામાંથી રૃા. ૩.૨૫ લાખ કાઢી લીધા હતા.
વૃદ્ધને શંકા જતાં તેમના દિકરાને જાણ કરી હતી. જેથી દિકરાએ ફ્રોડ થયો હોવાની વાત કરી હતી. આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


