Get The App

સિંગરવા કેમિકલ કંપનીમાં આગ ૨૫ કામદાર જીવ બચાવી દોડયા

ઇલેક્ટ્રીક મોટરમાં શોર્ટ સકટ, આગથી નાસભાગ

વિકરાળ આગના ધૂમાડા ત્રણ કિલો મીટર દૂર સુધી જોવા મળ્યા

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
સિંગરવા કેમિકલ કંપનીમાં આગ ૨૫ કામદાર જીવ બચાવી દોડયા 1 - image

અમદાવાદ, રવિવાર

સિંગરવામાં કેમિકલ કંપનીમાં શોર્ટ સકટથી આગ લાગતા નાસભાગ મચી જમા પામી હતી. અચાનક આગ લાગતાં કંપનીમાં કામ કરતા ૨૫ કામદારો જીવ બચાવીને દોડયા હતા. બિકરાળ આગના ધૂમાડાના ગોટેગોટા ત્રણ કિલો મીટર દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયરબ્રિગ્રેડે પાણીનો મારો ચલાવીને દોઢ કલાકમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. 

વિકરાળ આગના ધૂમાડા ત્રણ કિલો મીટર દૂર સુધી જોવા મળ્યા ઃ સમય સૂચકતાના લીધે જાનહાનિ નહી

કણભા-કુહા રોડ ઉપર સિંગરવામાં આવેલ સાગર ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં શનિવારે રાત્રે ૧૨.૩૦ કલાકે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ થતાં ૨૫ કામદારો બહાર દોડી ગયા હતા. જેમાં કંપનીમાં પીવીસી પાઇપો અને કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું.  લોકોના ટોળા એકઠા થયા હતા. ફાયરની ૧૧ ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને પાણીનો મારો ચલાવીને દોઢ કલાકમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સમય સૂચકતાના કારણે આગની ઘટમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.