Gujarat

વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ બાળકો આઠ બાળકોને સિફ્ટ કર્યા

By GS TEAM
5 Oct 20251 min read
વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ બાળકો આઠ બાળકોને સિફ્ટ કર્યા

અમદાવાદ,રવિવાર

પાલડી ચાર રસ્તા પાસે કોચરબ આશ્રમ સામે આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આજે બપોરે આગ લાગી હતી. એસીમાં શોર્ટ સર્કિટથી આગની જાણ થતાની સાથે જ હોસ્પિટલ સત્તાવાળાઓએ ૮ બાળકો અને સ્ટાફના માણસો સહિત ૧૩ વ્યકિતને સલામત રીતે બહાર કાઢ્યા હતા અને સારવાર લઇ રહેલા બાળકોને બીજી હોસ્પિટલમાં સિફ્ટ કર્યા હતા. જો કે સમય સૂચકતાના લીધે કોઇ જાનહાનિ થઇ ન હતી.

કન્સલ્ટીંગ રૃમમાં શોર્ટ સર્કિટથી એસીમાં આગની જાણ થતાં બાળકો સહિત ૧૩ને સલામત બહાર કાઢ્યા 

પાલડી ચાર રસ્તા પાસે કોચરબ આશ્રમ આવેલી આવેલી વૃદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડોક્ટરના કન્સલ્ટીંગ રૃમ એસીમાં આજે બપોરે૨.૩૦ વાગે શાર્ટ સર્કિટથી અચાનક આગ લાગતાં ધૂમાડાના ગોટે ગોટે હોસ્પિટલમાં છવાઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ આવે તે પહેલા હોસ્પિટલ સ્ટાફની સતર્કતાના કારણે સારવાર લઇ રહેલા આઠ બાળકો સહિત કુલ ૧૩ વ્યક્તિને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

બાળકને તાત્કાલીક અસરથી બીજી હોસ્પિટલમાં સિફ્ટ કર્યા હતા. આગના કારણે હોસ્પિટલમાં ફર્નીચર બળી ગયું હતું. જો કે સમય સૂચકતાના કારણે  સદ્નસીબે આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.