Salangpur Dham: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પવિત્ર એકાદશી (15મી ડિસેમ્બર) અને 224મા 'શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન' નિમિત્તે વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીકષ્ટભંજન દેવ દાદાને વિવિધ સંગીતના વાદ્યોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો, જેને જોઈને હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

સંગીતના વાદ્યો સાથે દિવ્ય શણગાર
શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આ વિશેષ શણગાર તૈયાર કરવામાં આવ્યો હતો. શ્રી કષ્ટભંજન દેવ દાદાને તબલા, હાર્મોનિયમ, વીણા, બેંજો, મંજીરા, સિતાર, ગિટાર અને ઢોલ જેવા વિવિધ સંગીતના વાદ્યોથી શણગારવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અમૂલના ચેરમેન શાભેસિંહ પરમાર અને વાઈસ ચેરમેન તરીકે વિજય પટેલની સર્વાનુમતે નિમણૂક

આજે વહેલી સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ પ્રત્યક્ષ હાજર રહીને તેમજ ઓનલાઇન માધ્યમથી આ અનેરા દર્શનનો લાભ લીધો હતો અને શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો.


