Gujarat

વડોદરામાં કોયલી,સુભાનપુરા,નવીધરતી અને સમા માં મારામારીના ચાર બનાવ,આઠને ઇજા

By GS TEAM
16 Jan 20261 min read
વડોદરામાં કોયલી,સુભાનપુરા,નવીધરતી અને સમા માં મારામારીના ચાર બનાવ,આઠને ઇજા

વડોદરાઃ શહેરમાં ઉત્તરાયણ દરમિયાન નજીવી તકરારમાં મારામારીના ચાર બનાવ બન્યા હતા.જેમાં આઠ જણાને ઓછીવત્તી ઇજા થઇ હતી.

સુભાનપુરાની રેસકોર્સ સોસાયટીમાં રહેતા હરિશભાઇ ઠાકોર અને તેના બે પુત્રો રાજ તેમજ રાજા વચ્ચે સ્પીકર વગાડવાના મુદ્દે  બોલાચાલી થતાં મારામારી થઇ હતી.જેમાં બંને પક્ષે સામાન્ય ઇજાઓ પહોંચી હતી.જ્યારે, કોયલીમાં જયમલ રાઠોડ અને રાજ રણા વચ્ચે પતંગના મુદ્દે બોલાચાલી થયા બાદ બંને પક્ષે સાગરીતો પણ દોડી આવ્યા હતા અને મારામારી થતાં જયદીપ અને રાજને ઇજાઓ થઇ હતી.

સમા નવીનગરી વિસ્તારમાં સામાન્ય  બાબતે શિવરાજ ક્ષત્રિય અને નાનસિંગ ડાભી તેમજ તેમના સાગરીતો વચ્ચે ઝઘડો થયા બાદ મારામારી થતાં બંનેને ઇજા થઇ હતી. જ્યારે,નાગરવાડા નવીધરતી વિસ્તારમાં વિષ્ણુ રાણાએ ચિરાગ પાસે રૃ.૧૫૦૦ની ઉઘરાણી કરતાં બોલાચાલી થઇ હતી અને વિષ્ણુએ ચિરાગના પેટમાં ચપ્પુ માર્યું હતું.જ્યારે સામે પક્ષે ક્રિષ્ણા માળીએ દિવ્યેશ રાણા,ચિરાગ અને અન્ય સામે ચપ્પુ અને ગડદાપાટુનો માર માર્યાની ફરિયાદ કરી હતી.