Vadodara Liquor Party : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ પીએમ રિજન્સીના રૂમમાંથી બર્થ ડે નિમિત્તે દારૂની પાર્ટી માણતા આઠ વેપારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસે દારૂની ત્રણ બોટલ અને ઠંડા પીણાની એક બોટલ સહિતની ચીજ વસ્તુઓ કબજે કરી હતી.
બર્થ ડે નિમિત્તે શંકરે દારૂની બોટલોની વ્યવસ્થા કરી આપી
પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા વેપારીઓ મોબાઈલ શોપ તેમજ રીપેરીંગનું કામ કરે છે. શંકર જેઠવાણી નામના વેપારીની બર્થ ડે નિમિત્તે તેણે પાર્ટી રાખી હતી અને અજય સુખવાણીએ રૂમ બુક કરી હતી. અજયના કહ્યા મુજબ શંકરે દારૂની બોટલ આપી હતી.
પોલીસ પહોંચી ત્યારે ટેબલ ખુરશી અને બેડ ઉપર મહેફિલ માણતા હતા
પોલીસના જણાવ્યા મુજબ, સયાજી કંજની પીએમ રિજન્સી હોટલમાં દારૂની પાર્ટીની માહિતી મળતા લિફ્ટ મારફતે પોલીસ ઉપર પહોંચી હતી. રૂમનો દરવાજો ખોલાવતા ટેબલ ખુરશી તેમજ બેડ ઉપર દારૂના ગ્લાસ, દારૂની બોટલ, ઠંડા પીણાની બોટલ, વેફર અને અન્ય ચાખણા પડ્યા હતા. જેથી તમામની અટક કરવામાં આવી હતી.
પોલીસે પકડેલા વેપારીઓમાંની વિગતો આ મુજબ છે.
(1) શંકર કેવલ રામ જેઠવાણી (કૃષ્ણ કૃપા સોસાયટી, સમા રોડ)
(2) અજય મૂલચંદ સુખવાણી (વિજયનગર, પીંપરી પુણે, મહારાષ્ટ્ર)
(3) રામલાલ વેણીલાલ ખટીક (અનિલ નગર, સરદાર એસ્ટેટ પાસે, વડોદરા)
(4) ગોપાલ શંકરભાઈ પાટીલ (વિજયનગર, ઉધના, સુરત)
(5) રવિ સંતોષકુમાર વર્મા (સ્વપ્ન ગંધા સોસાયટી, ગોરાઈ-1, બોરીવલી વેસ્ટ)
(6) કૈલાશ કનૈયાલાલ જગ્યાસી (મોતી નગર, આરટીઓ પાછળ, વારસિયા)
(7) મોહનલાલ દૂધાલ લાલ ચૌધરી (દ્વારકેશ હાઈ વ્યૂ, તરસાલી, વડોદરા)
(8) લલિતકુમાર સુરેશકુમાર ચૌધરી (દ્વારકેશ હાઇ વ્યૂ, તરસાલી બાયપાસ).


