Gujarat

લીંબડીના છાલીયા તળાવ નજીક આઈશર પલટી, ચાલકને ઇજા

By GS TEAM
9 Dec 20251 min read
લીંબડીના છાલીયા તળાવ નજીક આઈશર પલટી, ચાલકને ઇજા

અમદાવાદ-રાજકો હાઇવે પરનો બનાવ

ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો ઃ ચાલકને હોસ્પિટલ ખસેડાયો

સુરેન્દ્રનગરઅમદાવાદ-રાજકોટ હાઇવે પર લીંબડીના છાલીયા તળાવ નજીક મોડી રાત્રે આઈશર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલકને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

લીંબડી હાઇવે પર પુરઝડપે જઈ રહેલ આઈશરના ચાલકે છાલીયા તળાવ પાસે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આઈસર રોડની સાઈડમાં પલટી મારી જતા ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટ્રાફિક ધમધમતા હાઇવે પર અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસને ઘટાની જાણ થતા સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કરી વાહન વ્યવહાર ફરી શરૃ કરાવ્યો હતો.