પ્રાથમિક સુવિધા પુરી પાડવામા ઉણાં ઉતરેલા AMC એ છ વર્ષમાં ટેમ્પરરી લાઈટીંગ કરવા માટે ૧૮ કરોડનું આંધણ કર્યુ
એસ.પી.ઈલેકટ્રીક, કર્ણાવતી લાઈટ એન્ડ સાઉન્ડ,વરદાયની પાવરને કામગીરી અપાઈ
અમદાવાદ,બુધવાર,4 જુન,2025
બોપલ અને ઘુમા જેવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવામા ઉણાં
ઉતરેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને
વિવિધ ભૂમિપુજન,લોકાર્પણ,તેમજ બ્રિજ ઉપર
ટેમ્પરરી રોશની કરવા સહિતના અન્ય કાર્યક્રમમાં ટેમ્પરરી લાઈટીંગ કરવા માટે છ વર્ષમાં રુપિયા ૧૮.૬૬ કરોડનું આંધણ કર્યુ
છે.લાઈટ વિભાગ દ્વારા અલગ અલગ ૫૪૬ કાર્યક્રમમાં
એસ.પી. ઈલેકટ્રિક,કર્ણાવતી
લાઈટ એન્ડ સાઉન્ડ તથા વરદાયની પાવર પ્રા.લી.જેવી માત્ર ત્રણ કંપનીઓને જ કામગીરી આપવામાં આવી હતી.
ચાર વર્ષ અગાઉ
કોર્પોરેશનની હદમાં સમાવાયેલા બોપલ,ઘુમા હોય
કે કઠવાડા સહિતના પૂર્વ અમદાવાદના અન્ય વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે
સ્ટ્રોમ વોટર લાઈન હજુ પુરી નંખાઈ નથી.બીજી તરફ વર્ષ-૨૦૧૯થી ૨૦૨૪ સુધીના સમયમાં
વિવિધ રસ્તા, ફલાયઓવરબ્રિજના
લોકાર્પણ,વિવિધ
જાહેરસભા તેમજ ઉત્સવ સમયે ટેમ્પરરી લાઈટીંગ કરવા માટે કોર્પોરેશનના શાસકોએ પાછુ વાળીને જોયુ
નથી.એડવોકેટ અતિક સૈયદે કહયુ,૧૮ કરોડ
ટેમ્પરરી લાઈટીંગ કરવા પાછળ ખર્ચ કરાયો એ રકમમાંથી ૧૪૦ વરસાદી પાણી ભરાવાના સ્પોટ
ઉપર વરસાદી પાણીની લાઈન નાંખવાની કામગીરી પુરી કરી શકાઈ હોત.લાઈટ વિભાગ દ્વારા
માત્ર ત્રણ જ કંપનીઓને ટેમ્પરરી લાઈટીંગની કામગીરી અપાઈ એ અંગે વિજિલન્સ તપાસ
કરાવવા મેયર સમક્ષ લેખિત માંગણી કરી છે.
ટેમ્પરરી લાઈટીંગ પાછળ થયેલ ખર્ચ
વર્ષ સ્થળ કંપની ચૂકવેલ
રકમ
૨૦૧૯ ૭૦ કર્ણાવતી લાઈટ ૬૮,૧૭,૭૭૫
૨૦૨૦ ૭૨
એસ.પી.ઈલેકટ્રિક ૧,૮૫,૭૭,૪૬૨
૨૦૨૧ ૭૮ વરદાયની પાવર ૧,૯૭,૯૭,૨૫૬
૨૦૨૨ ૧૦૦ વરદાયની પાવર ૪,૫૭,૨૪,૦૨૩
૨૦૨૩ ૧૦૭ વરદાયની પાવર ૪,૫૨,૦૧,૦૪૭
૨૦૨૪ ૧૧૯ વરદાયની પાવર ૫,૦૪,૯૪,૧૪૭