Gujarat
વડોદરાના સમા વિસ્તારની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શિક્ષણ કાર્ય રોકી દીધું
By GS TEAM
23 Jun 20251 min read
વડોદરામાં ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાને બોમ્બની ધમકીને પગલે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ દોડતા થયા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરામાં ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાને બોમ્બની ધમકીને પગલે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ દોડતા થયા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Bomb Threat : વડોદરામાં ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાને બોમ્બની ધમકીને પગલે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ દોડતા થયા હતા.
સમા વિસ્તારની નવરચના વિદ્યાલયને ધમકી ભર્યો ઈમેલ મળતા શાળાનું શૈક્ષણિક કાર્ય તરત અટકાવી દેવામાં આવ્યું હતું અને વાલીઓને બોલાવી લઈ બાળકોને સોંપવામાં આવ્યા હતા. જેને પગલે શાળાના પ્રાંગણમાં ઉત્તેજના ભર્યો માહોલ જોવા મળ્યો હતો.
બનાવને પગલે સમા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવી ગયા હતા અને સ્કૂલમાં ચેકિંગ શરૂ કર્યું હતું. નોંધનીય છે કે અગાઉ પણ શૈક્ષણિક સંસ્થાને આ પ્રકારની ધમકીના મેલ મળવાના બનાવ બન્યા હતા પરંતુ હજુ તેનું પગેરુ મળી શક્યું નથી.