Class 10 and 12 Board Exams: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ની પરીક્ષા આપવા જઈ રહેલા લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા સતત ચોથા વર્ષે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ ડિજિટલ પહેલ કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ના ત્રણેય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 40 જેટલા વિષયોની 'ડિજિટલ પ્રશ્ન બૅંક' અને 'મોડેલ પેપર્સ' લોન્ચ કરવામાં આવ્યા છે.
ત્રણેય પ્રવાહના 40 વિષયોનો સમાવેશ (ગુજરાત અને અંગ્રેજી બંને માધ્યમ મળીને)
આ વર્ષે ડિજિટલ મટીરિયલમાં વ્યાપક ફેરફારો સાથે વધુ વિષયોને આવરી લેવામાં આવ્યા છે,
ધોરણ 10: મુખ્ય 6 વિષયોની પ્રશ્ન બૅંક.
-ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ): વિજ્ઞાન પ્રવાહના તમામ 6 વિષયો.
-ધોરણ 12 (સામાન્ય પ્રવાહ): સૌથી વધુ મૂંઝવતા 8 મહત્ત્વના વિષયો.
-માધ્યમ: ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે મટીરિયલ ઉપલબ્ધ.

ગામડાના વિદ્યાર્થીઓ માટે 'વન-ક્લિક' સુવિધા
-અમદાવાદના નિષ્ણાત શિક્ષકો અને ટેકનિકલ ટીમ દ્વારા તૈયાર કરાયેલી આ પ્રશ્ન બેંક વાપરવી અત્યંત સરળ છે.
-વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર શેર કરેલી લિંક અથવા QR Code સ્કેન કરીને પોર્ટલ પર જઈ શકશે.
-મોબાઈલ દ્વારા ગમે ત્યારે, ગમે ત્યાંથી આ મટીરિયલ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાશે.
-માત્ર એક ક્લિક પર ધોરણ, વિષય અને માધ્યમ પસંદ કરી આખા અભ્યાસક્રમનું રિવિઝન કરી શકાશે.
વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ: DEO
અમદાવાદ સિટીના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, "આ પ્રશ્ન બૅંકનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવાનો અને પરીક્ષાનો ડર દૂર કરવાનો છે. જેમણે કોર્સ પૂરો કરી લીધો છે તેમના માટે આ બેસ્ટ રિવિઝન ટૂલ છે. આ સુવિધાનો લાભ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે."
માનસિક તણાવ માટે 'સારથી' હેલ્પલાઇનનો સથવારો
-માત્ર ભણવાનું મટીરિયલ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જો વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર લાગે અથવા કોઈ વિષયમાં મૂંઝવણ હોય તો તે 'સારથી' હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે.
-વિદ્યાર્થીએ માત્ર એક મેસેજ કરવાનો રહેશે.
-શિક્ષણ જગતના એક્સપર્ટ્સ સામેથી કોલ કરીને માર્ગદર્શન આપશે.
-દાખલાઓ કે થિયરીમાં આવતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે.
-ડિજિટલ યુગમાં ગુજરાતના વિદ્યાર્થીઓ હવે આધુનિક રીતે પરીક્ષાની તૈયારી કરી બોર્ડમાં ઝળહળતું પરિણામ મેળવશે.


