વડોદરાઃ ઇડીના સકંજામાં આવેલા સુરેન્દ્ર નગરના કલેક્ટરની તપાસનો રેલો વડોદરા સુધી પહોંચે તેવી શક્યતા દેખાઇ રહી છે.
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલની ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડમાં ધરપકડ થયા બાદ તેમણે બજાવેલી ફરજોના સ્થળોએ પણ તપાસનો રેલો પહોંચે તો નવાઇ નહિ.
રાજેન્દ્ર પટેલે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ તા.૨૮-૬-૨૦૨૧ થી તા.૩-૪-૨૦૨૩ દરમિયાન ફરજ બજાવી હતી.જેથી આ સમયગાળા દરમિયાન લેવાયેલા નિર્ણયોની ફાઇલો પણ ખંખોળાય તેવી શક્યતા છે.


