સુરત તા. 3 ફેબુ્રઆરી 2020 સોમવાર
શહેરના ન્યુ વીઆઈપી રોડ સ્થિત સી.બી.પટેલ ફાર્મના પાકગમાં પોતાની કારમાં ફિયાન્સી સાથે બેસેલા યુવાનને પિસ્તોલની અણીએ બાનમાં લઇ યુવતી સાથે અશ્લીલ હરકત કરવા ઉપરાંત રોક્ડ, મોબાઇલ ફોન અને એટીએમમાંથી રોકડ ઉપાડી કુલ રૃા. 43 હજારની મત્તા લુંટી લેનાર બે પૈકી એક લુંટારૃને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
ખટોદરા વિસ્તારમાં લુમ્સનું કારખાનું ચલાવતો 28 વર્ષીય મિહીર (નામ બદલ્યું છે) ગત શુક્રવારે રાત્રે ફિયાન્સી મનીષા (નામ બદલ્યું છે) સાથે યુનિવર્સીટી રોડ સ્થિત પાર્ટી પ્લોટમાં સામાજીક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ન્યુ વીઆઈપી રોડ સ્થિત સી.બી.પટેલ ફાર્મના પાકગમાં કાર પાર્ક કરી વાતો કરી રહ્યા હતા. તે દરમ્યાનમાં રાત્રે સવા બાર વાગ્યા અરસામાં બે લુંટારૃઓ ઘસી આવ્યા હતા અને મિહીરને પિસ્તોલ વડે બાનમાં લઇ તુમ્હારે પાસ જો હે વો નિકાલ કે દેદે નહી તો ઠોક દુંગા. જેથી ડરી જનાર મિહીરે વોલેટ કાઢીને આપી દીધું હતું. જેમાંથી રોકડા રૃા. 5 હજાર અને બેંક એટીએમનો કાર્ડ લઇ પાસવર્ડ માંગી લીધો હતો અને એટીએમમાંથી રોકડા રૃા. 10 હજાર ઉપાડી લીધા હતા ઉપરાંત મનિષાના પર્સમાંથથી રોકડા રૃા. 8 હજાર અને મોબાઇલ ફોન મળી કુલ રૃા. ૪૩ હજારની મત્તા લુંટી લીધી હતી. પિસ્તોલની અણીએ યુગલને લુંટી લેનાર બંન્ને લુંટારૃઓએ મનિષા સાથે અશ્લીલ હરકત કરતા મિહીરે પ્રતિકાર કરતા તેઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જે અંતર્ગત લુંટારૃઓએ પિસ્તોલનું ટ્રીગર દબાવ્યું હતું પરંતુ સદનસીબે ફાયરીંગ નહિ થતા મોટી દુર્ઘટના થતા રહી ગઇ હતી. જો કે ફિયાન્સી સાથે અશ્લીલ હરકત કરનાર લુંટારૃઓનો હિંમ્મત પૂર્વક પ્રતિકાર કરી મિહીરે પિસ્તોલ છીન્વી લીધી હતી અને ઝપાઝપી દરમ્યાન કોણી વડે હોર્ન દબાવી રાખતા લોકો દોડી આવશે તો પકડાય જવાના ડરના માર્યા બંન્ને લુંટારૃ ભાગી ગયા હતા. આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ હિલ્પા સિંધા અને તેમની ટીમે બે પૈકી એક લુંટારૃ સુનીલ ઉર્ફે સોનુ મનાલાજી નાઇ (ઉ.વ. 24 રહે. હાલ તડકેશ્વર મહોલ્લો, શીવ શક્તિ સોસાયટી સામે, ભટાર રોડ અને મૂળ પદરાડા, તા. ધોગુંડા, જિ. ઉદેપુર, રાજસ્થાન) ને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૃા. 7800, મોબાઇલ ફોન અને પલ્સર મોટરસાઇકલ મળી કુલ રૃા. 78,300 નો મુદ્દામાલ કબ્જે લીધો છે.
પરિવારની જાણ બહાર એકાંત સ્થળે બેસતા યુગલો ફરિયાદ કરતા ન
હોવાથી પ્લાન બનાવ્યો
સુનીલ ઉર્ફે સોનુ નાઇ ભટાર આઝાદ નગરમાં હેર કટીંગ સલુન ચલાવે છે. જયાં સમીર શાકીર
મન્સુરી હેર કટીંગ કરાવવા આવતો હતો અને બંન્ને વચ્ચે મિત્રતા થઇ હતી. દરમ્યાનમાં બંન્ને
મિત્રો આથક સંકડામણ અનુભવી રહ્યા હોવાથી વેસુ વીઆઇપી રોડ અને તેની આજુબાજુના વિસ્તારમાં
રાત્રિના અંધકારમાં એકાંતમાં બેસતા યુગલોને લુંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. ઉલ્લેખનીય
છે કે પરિવારની જાણ બહાર એકાંત માણવા આવનાર યુગલો પોલીસ ફરિયાદ કરતા નહિ હોવાથી તેઓને
પોલીસનો ડર ન્હોતો.
સમીર મન્સુરી રીઢો ગુનેગાર, અન્ય યુગલોને પણ નિશાન બનાવ્યાની આશંકા
ક્રાઇમ બ્રાંચે ઝડપી
પાડેલા સુનીલે પોતે પ્રથમ વખત જ સમીર મન્સુરી સાથે ગયો હોવાની કબુલાત કરી છે. જો કે સમીર રીઢો ગુનેગાર હોવાની અને પિસ્તોલ પણ
તે જ લઇને આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસને આશંકા છે કે સમીરે રાત્રિના
અંધકારમાં એકાંતમાં બેસનાર અન્ય યુગલોને પણ નિશાન બનાવ્યાની આશંકા છે.

