Get The App

સૌરાષ્ટ્ર, કચ્છ બાદ હવે સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, ભૂકંપની તીવ્રતા 3.8ની મપાઈ

ભૂકંપનું કેન્દ્રબિદું સુરતથી 27 કીમી દૂર નોંધાયુ

ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

Updated: Feb 11th, 2023

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્ર, કચ્છ બાદ હવે સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, ભૂકંપની તીવ્રતા 3.8ની મપાઈ 1 - image
Image : Pixabay

સુરત, 11 ફેબ્રુઆરી 2023, શનિવાર

સુરતમાં ગઈકાલે મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે શહેરીજનો ઘરની બહાર તરફ દોડી ગયા હતા. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા અનુભવાયા હતા. હવે ગઈકાલે સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તિવ્રતા 3.8ની મપાઈ હતી. ભૂકંપનુ કેન્દ્રબિંદુ સુરતથી 27 કીમી દુર નોંધાયુ હતું. સુરતમાં ગઈકાલે આવેલા ભૂકંપના આંચકાને પગલે શહેરીજનો તેમના ઘરની બહાર દોદી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપને કારણે કોઈ નુકશાનના સમાચાર નથી.

રાજ્યમાં અગાઉ પણ ભૂકંપના આંચકા અનુભવાયા

હજુ ત્રણ દિવસ પહેલા જ કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 નોંધાઈ હતી. આ ઉપરાંત સાવરકુંડલાના મીતીયાળામાં એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકો ફફડી ઉઠ્યા હતા.