ઉત્તર ગુજરાત 3.4ની તીવ્રતાના ભૂકંપથી હચમચ્યું, બનાસકાંઠાનું વાવ એપિસેન્ટર
Gujarat Earthquake: ગુજરાતમાં શનિવારે (ત્રીજી મે) વહેલી સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. (ISR) ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજી રિસર્ચે જાણકારી આપતા જણાવ્યું કે, વહેલી સવારે ઉત્તર ગુજરાતમાં 3.4ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, આંચકો તેજ ન હતો. તેથી કોઈ જાનહાનિ કે માલહાનિ થઈ નથી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આજથી 6 દિવસ માવઠાની આગાહી, કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણ પલટાશે
ક્યાં હતું ભૂકંપનું કેન્દ્ર?
આ ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના બનાસકાંઠાના વાવમાં જણાવવામાં આવ્યું છે. શનિવારે સવારે 3:35 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.