વડોદરા: ન્યુ સમારોડ વિસ્તારમાં વહેલી સવારે મહિલા વરસાદી કાંસમાં કૂદી
વડોદરા, તા. 11 જાન્યુઆરી 2020 શનિવાર
વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારમાં આજે વહેલી સવારે એક મહિલા વરસાદી કાંસમાં કૂદી પડતા ફાયર બ્રિગેડે તેને બચાવી હતી.
મહિલાનો એક પુત્ર વિદેશ ગયો છે જ્યારે બીજો પુત્ર તેની સાથે રહે છે. આજે વહેલી સવારે આ મહિલા વરસાદી કાંસ તરફ દોડી હતી અને અંદર કૂદી પડતા લોકોએ બુમરાણ મચાવી હતી.
બનાવની જાણ ફાયરબ્રિગેડને કરાતાં ફાયર બ્રિગેડ અને પોલીસ આવી ગઈ હતી તેમજ મહિલાને સમજાવીને બહાર કાઢી હતી. ફતેગંજ પોલીસે બનાવ કારણ જાણવા મહિલાની પૂછપરછ હાથ ધરી છે.