Gujarat

ડભોઇ શિક્ષક સંઘના ચાર શિક્ષકો લાંચમાં પકડાયાનાે કિસ્સો,અગાઉ પણ 15લાખની ગેરરીતિનો મુદ્દો ચગ્યો હતો

By GS TEAM
3 Jul 20251 min read
ડભોઇ શિક્ષક સંઘના ચાર શિક્ષકો લાંચમાં પકડાયાનાે કિસ્સો,અગાઉ પણ 15લાખની ગેરરીતિનો મુદ્દો ચગ્યો હતો

વડોદરાઃ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ડભોઇ સંઘના બે આચાર્ય અને બે નિવૃત્ત શિક્ષક સામે સકારી ઓડિટરને ૪૦ હજાર આપવા માટે કરાતી ઊઘરાણીને કારણે લાંચ રૃશ્વત વિરોધી વિભાગે ટ્રેપ કર્યાના પ્રકરણે શિક્ષણ વિભાગમાં ભારે ચકચાર જગાવી છે.ત્યારે અગાઉ પણ ડભોઇ શિક્ષક ઘટક સંઘ સામે ગંભીર આક્ષેપો થયા હોવાની રજૂઆતો કાને નહિ લેવાઇ હોવાની વિગતો જાણવા મળી છે.

વડોદરા જિલ્લા પ્રાથમિક સંઘના ડભોઇ તાલુકા સંઘમાં પાંચેક વર્ષ પહેલાં પણ રાજ્ય શિક્ષક સંઘને ફાળો આપવાના નામે મોટે પાયે ઊઘરાણંુ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી એક શિક્ષકે સોગંદનામું કર્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે,ગુ્રપાચાર્ય દ્વારા જે શિક્ષક ફાળો નહિ આપે તેની યાદી અલગ  બનાવીને તેમને જોઇ લેશે તેવી ધમકી આપવામાં આવી હતી.૬૦૦ શિક્ષકોનો ૧૫ લાખ જેટલો ફાળો ઊઘરાવ્યા બાદ તેની પાવતી પણ આપવામાં આવી નહતી.

જો કે ચર્ચામાં રહેલા આ પ્રકરણની તે સમયે કોઇ તપાસ કરવામાં આવી નહતી અને  લાંચનો કેસ બનતાં આ કિસ્સો ફરી ચર્ચામાં આવ્યો છે તેમજ એસીબી દ્વારા તેની પણ તપાસ કરવામાં આવે તેવી પૂર્વ શિક્ષક આગેવાનો માંગણી કરી રહ્યા છે.