સુરત સહિત દેશના 12 શહેરમાં ઈ-પાસપોર્ટ સર્વિસ શરૂ, સત્તાવાર વેબસાઈટ પર કરી શકશો ઓનલાઈન અરજી
E-Passport News: ભારતમાં રહેતા લોકો માટે ઘણા દસ્તાવેજો જરૂરી છે. જો તમારે વિદેશ પ્રવાસ કરવો હોય તો તમારા માટે પાસપોર્ટ હોવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હવે ભારત સરકાર દ્વારા ઈ-પાસપોર્ટ પણ જારી કરવામાં આવ્યો છે. ઈ-પાસપોર્ટ એ પેપર પાસપોર્ટ અને ઈલેક્ટ્રોનિક પાસપોર્ટનું મિશ્રણ છે. તે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન એટલે કે RFID ચિપ સાથે સક્ષમ છે.
પાસપોર્ટ ધારકનો ફોટો, ફિંગરપ્રિન્ટ અને અન્ય માહિતી પાસપોર્ટમાં રહેલી ચિપમાં રેકોર્ડ કરવામાં આવશે. આનાથી નકલી પાસપોર્ટ બનાવવાનું વધુ મુશ્કેલ બનશે. આ પાસપોર્ટ એકદમ સુરક્ષિત રહેશે.
આ શહેરોમાં સુવિધા ઉપલબ્ધ થશે
હાલમાં ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં ઈ-પાસપોર્ટ જારી કરવામાં આવ્યો નથી. તેની સેવા દેશના કેટલાક શહેરોમાં જ ઉપલબ્ધ છે. હાલમાં ઈ-પાસપોર્ટની સુવિધા નાગપુર, ભુવનેશ્વર, જમ્મુ, ગોવા, શિમલા, રાયપુર, અમૃતસર, જયપુર, ચેન્નાઈ, હૈદરાબાદ, સુરત અને રાંચીમાં સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કચેરીઓમાં ઉપલબ્ધ છે.
તમે આ માટે કેવી રીતે અરજી કરી શકો છો?
જેમની પાસે પહેલાથી જ પાસપોર્ટ છે તેઓ તેમની માન્યતા અવધિ સુધી તેનો ઉપયોગ કરી શકે છે. તે પછી જ તમે પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. જો તમે ઈ-પાસપોર્ટ માટે અરજી કરવા માંગતા હો. તો તેના માટે, તમારે પાસપોર્ટ સેવાની સત્તાવાર વેબસાઇટ https://portal2.passportindia.gov.in પર જઈને અરજી કરવી પડશે. આ ઉપરાંત, તમે તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લઈને પણ આ પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. જણાવી દઈએ કે, પાસપોર્ટ બનાવવામાં ઓનલાઈન અરજી કરતા સમયે સાવધાન રહેજો, કારણ કે અનેક છેતરપિંડી કરતી નકલી વેબસાઈટ્સ છે, જ્યાં પૈસા ગુમાવી શકવાનું જોખમ છે.