ભાવનગર જિલ્લામાં 2.30 લાખ રેશનકાર્ડ ધારકનું ઈ-કેવાયસી બાકી
- એનએફએસએના 3,39,343 કાર્ડના 14,71,458 સભ્યએ ઈ-કેવાયસી કરાવ્યું
- જિલ્લામાં 86.46 ટકા કામગીરી પૂર્ણ, બાકી રહેલા સભ્યોને ઈ-કેવાયસી કરાવવા તંત્રએ મેસેજ કર્યા, ગારિયાધાર તાલુકામાં સૌથી વધુ 91.93 ટકા ઈ-કેવાયસી
રેશનકાર્ડ લાભાર્થીઓનું ઈ-કેવાયસી કરવા માટે કેન્દ્ર સરકારના છૂટેલા આદેશ બાદ ભાવનગર જિલ્લામાં પણ હાલ જુદા-જુદા માધ્યમથી ઈ-કેવાયસી કરવામાં આવી રહી છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ઈ-કેવાયસી માટે સમયાંતરે વિવિધ વિસ્તારોમાં કેમ્પ પણ યોજવામાં આવી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપ જિલ્લામાં એનએફએસએમાં ૮૬.૪૬ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર ૧૩.૫૪ ટકા ઈ-કેવાયસીની કામગીરી બાકી હોય, તંત્ર દ્વારા બાકી રહેલા સભ્યોને ઈ-કેવાયસી કરાવવામાં આવ્યા છે. ભાવનગર શહેરની ત્રણ ઝોનલ ઓફિસ અને ૧૦ તાલુકામાં આજે ૨૯મી જૂનની સ્થિતિએ કુલ ૩,૪૫,૧૬૮ રેશનકાર્ડના ૧૭,૦૧,૯૮૬ સભ્યમાંથી ૧૪,૭૧,૪૫૮ સભ્ય અને ૩,૩૯,૩૪૩ રેશનકાર્ડમાં ઈ-કેવાયસી થઈ ચુક્યું છે. એનએફએસએ કાર્ડ ધારકોમાં હવે ૫,૮૨૫ રેશનકાર્ડના ૨,૩૦,૫૨૮ સભ્ય (૧૩.૫૪ ટકા)નું ઈ-કેવાયસી બાકી હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે, ભાવનગર શહેરની ત્રણ ઝોનલ ઓફિસ અને જિલ્લાના ૧૦ તાલુકામાં ૯૧.૯૩ ટકા સાથે ગારિયાધાર તાલુકામાં સૌથી વધુ ઈ-કેવાયસીની કામગીરી પૂર્ણ થઈ છે. ગારિયાધારમાં એનએફએસએના ૯૨ રેશનકાર્ડના ૭૫૭૨ સભ્યને જ ઈ-કેવાયસી કરાવવાનું બાકી છે.
તાલુકા/ઝોનલ વાઈઝ થયેલી ઈ-કેવાયસીની કામગીરી
તાલુકો/ઝોનલ |
ટકાવારી |
મહુવા |
૮૦.૩૯ |
સિહોર |
૮૫.૪૮ |
ઘોઘા |
૮૫.૬૩ |
પાલિતાણા |
૮૬.૫૧ |
જેસર |
૮૬.૮૩ |
ભાવ.(ગ્રામ્ય) |
૮૬.૮૭ |
ભાવ.
ઝોનલ-૧ |
૮૭.૨૬ |
ભાવ.
ઝોનલ-૨ |
૮૯.૯૧ |
ભાવ.ઝોનલ-૩ |
૮૮.૯૯ |
વલ્લભીપુર |
૮૮.૨૯ |
તળાજા |
૮૮.૯૧ |
ઉમરાળા |
૮૯.૦૦ |
ગારિયાધાર |
૯૧.૯૩ |