Gujarat

જામનગર શહેરમાં ચારેક માસ પછી ઈ-સિટી બસ દોડતી થશે : મનપાના તંત્રએ કવાયત હાથ ધરી

By GS TEAM
12 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર શહેરમાં હાલ સિટી બસ સેવા ઉપલબ્ધ છે.પરંતુ તેની કોઈ ખાસ ઉપલબ્ધિ મળી નથી. હવે સરકાર 50 પીએમ ઈ-બસની ફાળવણી કરનાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં ચારેક માસ પછી ઈ-સિટી બસ દોડતી થશે : મનપાના તંત્રએ કવાયત હાથ ધરી

Jamnagar E Bus : જામનગર શહેરમાં હાલ સિટી બસ સેવા ઉપલબ્ધ છે.પરંતુ તેની કોઈ ખાસ ઉપલબ્ધિ મળી નથી. હવે સરકાર 50 પીએમ ઈ-બસની ફાળવણી કરનાર છે. પ્રથમ તબક્કામાં 10 બસ જામનગર મહાનગર પાલિકા ની માર્ચ માસમાં મળનાર છે. આ માટે મહાનગર પાલિકા દ્વારા વાટાઘાટો ચાલી રહી છે.

પર્યાવરણને ધ્યાનમાં રાખીને શહેરમાં ઈ-બસ દોડાવવાનો સરકારે નિર્ણય કર્યો હતો. અને 50 પીએમ ઈ-બસ જામનગર મહાનગર પાલિકાની સુપરત કરવા અને તેમાંથી 10 બસ અગામી ત્રણેક માસમાં જામનગર પહોંચતી કરવામાં આવનાર છે. આ પછી જામનગરના રસ્તા ઉપર પણ ઈ-બસ દોડતી થશે.

જામનગર નજીકના હાપા વિસ્તારમાં ઈ-બસના ચાર્જિંગ માટે ડેપો બનાવાઈ રહ્યો છે. જ્યાં એક સાથે 12 બસ ચાર્જિંગ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેનું કામ પણ પૂર્ણતાના આરે છે.