Gujarat

દ્વારકાના ગોમતી ઘાટ પર ભારે કરંટ: બે વ્યક્તિઓ તણાયા, સ્થાનિકોની સતર્કતાથી બચ્યા

By GS TEAM
15 Jun 20261 min read
TukuTouch Logo
દ્વારકાના પ્રસિદ્ધ ગોમતી ઘાટ ખાતે આજે(15 જૂન) પાણીના ભારે કરંટમાં બે વ્યક્તિઓ તણાઈ જતા ક્ષણિક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંને વ્યક્તિઓ જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે આસપાસ હાજર લોકોએ સમયસૂચકતા દાખવી તેમનો જીવ બચાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

દ્વારકાના ગોમતી ઘાટ પર ભારે કરંટ: બે વ્યક્તિઓ તણાયા, સ્થાનિકોની સતર્કતાથી બચ્યા

Dwarka News: દ્વારકાના પ્રસિદ્ધ ગોમતી ઘાટ ખાતે આજે(15 જૂન) પાણીના ભારે કરંટમાં બે વ્યક્તિઓ તણાઈ જતા ક્ષણિક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંને વ્યક્તિઓ જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે આસપાસ હાજર લોકોએ સમયસૂચકતા દાખવી તેમનો જીવ બચાવ્યો હતો.

દ્વારકાના ગોમતી ઘાટ ખાતે બે વ્યક્તિ તણાયા 

પ્રાપ્ત વિગતો મુજબ, ગોમતી ઘાટ નજીક પાણીના અચાનક વધેલા કરંટમાં બંને વ્યક્તિઓ ખેંચાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ઘાટ પર હાજર લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ કપડાં અને અન્ય ઉપલબ્ધ સાધનોની મદદથી બંને વ્યક્તિઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત અને કસોટી બાદ બંનેને સુરક્ષિત રીતે બહાર ખેંચી લેવામાં સફળતા મળી હતી.

ઘટનાનો વીડિયો વાઈરલ 

ઘટનામાં બંને વ્યક્તિઓનો આબાદ બચાવ થતાં રાહતનો શ્વાસ લેવાયો હતો. જોકે, પાણીના ભારે કરંટને કારણે થોડા સમય માટે ત્યાં હાજર લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર કેટલાક લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ઘટનાની વ્યાપક ચર્ચા શરૂ થઈ છે.

સ્થાનિક લોકો દ્વારા ગોમતી ઘાટ પર આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને પાણીમાં ઉતરતી વખતે વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ભારે કરંટ કે જોખમી સ્થિતિ દરમિયાન પાણીમાં ન ઉતરવું અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવું જરૂરી હોવાનું પણ જણાવાયું છે.