Get The App

કામકાજના સમય દરમિયાન રંગીલા મસ્ટર સ્ટેશનમાં પૈસાથી જુગાર રમતા ચાર કામદાર સસ્પેન્ડ

આગળના દરવાજે તાળુ મારી અંદરના ભાગમાં જુગાર રમાતો હતો

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News

  કામકાજના સમય દરમિયાન રંગીલા મસ્ટર સ્ટેશનમાં પૈસાથી જુગાર રમતા ચાર કામદાર સસ્પેન્ડ 1 - image   

  અમદાવાદ,બુધવાર,11 જુન,2025

દરિયાપુર વોર્ડમાં આવેલા રંગીલા મસ્ટર સ્ટેશનમાં કામકાજના સમય દરમિયાન પૈસાથી જુગાર રમતા ચાર કામદારને સસ્પેન્ડ કરાયા છે. સ્ટેશનના આગળના દરવાજે તાળુ મારી પાછળના દરવાજેથી અંદર પ્રવેશ કરી કર્મચારીઓ દ્વારા જુગાર રમાતો હતો.

રંગીલા મસ્ટર સ્ટેશનમાં બપોરના સમયે ફરજ બજાવતા કર્મચારીઓ જુગાર રમતા હોવાનો વિડીયો સ્થાનિક કોર્પોરેટર સમીરા શેખ દ્વારા બનાવી સોશિયલ મિડીયામાં વાઈરલ કરાયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિડીયો સંદર્ભમાં તપાસ કરાઈ હતી.વિડીયોમાં હાજર વ્યકિતઓની  ઓળખ કરાઈ હતી.ચાર મશીનહોલ કામદાર જેમાં ગોપાલ ભાઈ કાનજીભાઈ, જીતેન્દ્રભાઈ અરવિંદભાઈ, સોહનભાઈ મોતીભાઈ તથા જગદીશ ભાઈ ભીખાભાઈને સસ્પેન્ડ કરી તેમની સામે ખાતાકીય તપાસ શરુ કરવામા આવી છે.

Tags :