Gujarat

વડોદરા – મઉ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનની અવધિ વધી

By GS TEAM
29 Jun 20251 min read
વડોદરા – મઉ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનની અવધિ વધી


પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વડોદરા મંડળથી ઉપડતી વડોદરા – મઉ સાપ્તાહિક  સ્પેશ્યલ  ટ્રેનની અવધિ લંબાવવામાં આવી છે. ટ્રેન નં. 09195 વડોદરા – મઉ સ્પેશ્યલ અગાઉ  30 જૂન 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી,  જે હવે  28 જુલાઈ સુધી તેમજ ટ્રેન નં. 09196 મઉ–વડોદરા સ્પેશ્યલ અગાઉ 1 જુલાઈ સુધી સૂચિત  કરવામાં આવી હતી. જે હવે  29 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે.