Get The App

ડીસામાંથી ડુપ્લીકેટ નોટોની ફેક્ટરીનો પર્દાફાશ, 40 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2ની અટકાયત

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
ડીસામાંથી ડુપ્લીકેટ નોટોની ફેક્ટરીનો પર્દાફાશ, 40 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2ની અટકાયત 1 - image


Banaskantha News : રાજ્યમાં નકલી દારૂની ફેક્ટરી અને નકલી વિઝા બાદ હવે ડુપ્લીકેટ નોટોની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) દ્વારા ડીસા તાલુકાના મહાદેવીયા ગામેથી ડુપ્લીકેટ નોટોની એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. LCBએ બાતમીના આધારે આ દરોડો પાડીને ડુપ્લીકેટ નોટો છાપતા બે આરોપીઓની અટકાયત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે ઘટના સ્થળેથી અંદાજે 40 લાખ રૂપિયાથી વધુની ડુપ્લીકેટ નોટો અને અન્ય સાધનો જપ્ત કર્યા છે. ગત મોડી રાતથી પોલીસ દ્વારા આ ડુપ્લીકેટ નોટોની ગણતરીનું કામ ચાલી રહ્યું છે.

આ ઘટનાથી પોલીસ અને તંત્રમાં હડકંપ મચી ગયો છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરીને આ રેકેટના અન્ય સભ્યોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથા સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

Tags :