Levi'sના ડુપ્લિકેટ વોલેટ અને બેલ્ટનો જથ્થો પકડાયો: કારંજ અને કાલુપુરમાં 4 વેપારીને ત્યાં CID ક્રાઈમના દરોડા
અમદાવાદ,તા. 29 એપ્રિલ 2022,શુક્રવાર
સીઆઇડી ક્રાઈમે કંપનીના અધિકારીઓની બાતમી આધારે કાલુપુરમાં મામૂનાયકની પોળમાં ગુરૂકૃપા ટ્રેડર્સ, નમો એન્ટરપ્રાઇઝ અને રાજા મહેતાની પોળમાં કરણ એન્ટરપ્રાઇઝ અને કારંજમાં ઘીકાંટા રોડ પર ગુરૂવારે બપોરે ચાર વેપારીઓના ત્યાં રેડ કરી હતી. જેમાં કાલુપુરમાં ત્રણ વેપારીઓના ત્યાંથી 537 બેલ્ટ રૂ.69810 અને વોલેટ રૂ.36200ના 362 નંગ તેમજ કારંજમાં એક વેપારીના ત્યાંથી રૂ.2,01, 800 ના 909 નંગ પર્સ અને 100 બેલ્ટ મળી કુલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. સીઆઇડી ક્રાઈમની રેડને પગલે કાલુપુર અને કારંજ પોલીસે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
સીઆઈડી ક્રાઈમે રેડ કરી કબ્જે કરેલ ડુપ્લિકેટ વસ્તુઓનો મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ ચાર વેપારીઓની ધરપકડ કરી હતી. કંપનીના અધિકારી ઓની ફરિયાદ આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગુરૂકૃપા ટ્રેડર્સના સંચાલક રામલખન દુર્ગાપ્રસાદ ગુપ્તા ઉં,52 રહે, અવકાશ સોસાયટી બાપુનગર, નમો એન્ટરપ્રાઇઝ ના માલિક કૈલાશ શંકરજી પ્રજાપતિ ઉં,25, રહે, ઢાળની પોળ, ખાડિયા, કરણ એન્ટરપ્રાઇઝના સંચાલક કમલેશ હરિરામ કલાતરી ઉં,35, રહે, જનતા સોસાયટી, સૈજપુર અને કારંજ પોલીસ સ્ટેશનમાં ઘીકાંટા નગરસશેઠના વંડામાં કે.કે.ઇમપેક્સના માલિક સન્ની રાજકુમાર મોદીયાની ઉં,25 રહે, કૈલાશરાજ સોસાયટી,કુબેરનગરની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.