ગાંધીનગર SITના ડૂપ્લિકેટ PSIને 14 લાખને ઠગાઇના કેસમાં ધરપકડ કર્યા બાદ જેલમાં મોકલાયો

વડોદરાઃ ગાંધીનગર એસઆઇટીના નામે રોફ ઝાડી ૧૪ લાખની ઠગાઇ કરવાના ગુનામાં ડૂપ્લિકેટ પીએસઆઇની ધરપકડ કર્યા બાદ તેને જ્યુ.કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
તાંદલજા વિસ્તારના અલકબીર બંગ્લોઝમાં એસઓજીએ દરોડો પાડી ડૂપ્લિકેટ પીએસઆઇ તરીકે રોફ ઝાડતા મુબિન સોદાગર ઉર્ફે સમીર પઠાણને ઝડપી પાડી તેના બંગલા નજીક પાર્ક કરેલી બે કારમાંથી પીએસઆઇનો યુનિફોમ તેમજ ઘરમાંથી સરકારી અને ચેરિટી કમિશનરના રબર સ્ટેમ્પ, ડૂપ્લિકેટ પ્રમાણપત્રો સહિતના દસ્તાવેજો કબજે કર્યા હતા.
ત્યારબાદ મુબિનની સામે જે પી રોડ પોલીસ સ્ટેશનમાં કસ્ટમમાંથી સોનું છોડાવી આપવાના નામે મદનઝાંપા રોડ વિસ્તારના વેપારી શબ્બીરહુસેન તયડીવાલા પાસે ૧૪ લાખ પડાવ્યા હોવાની વધુ એક ફરિયાદ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.આવી જ રીતે માંજલપુરમાં ચોરીના કેસમાં એક આરોપીના પરિવાર પાસે રૃ.૫ લાખ અને ભરૃચમાં જમીનના નામે પણ તોડ કર્યો હોવાની ફરિયાદો નોંધાઇ હતી.
એસઓજીએ ધરપકડ કર્યા બાદ જેપી રોડ પોલીસે ૧૪ લાખના ગુનામાં આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ કોર્ટે ફરીથી તેને જ્યુ.કસ્ટડીમાં મોકલી આપ્યો છે.આ દરમિયાન મુબિને રૃપિયા લીધા હોવાનો સતત ઇનકાર કર્યો હતો.જેથી પોલીસ વધુ પુરાવા એકત્રિત કરી રહી છે.જ્યારે માંજલપુર પોલીસે પણ ધરપકડ માટે માગણી કરી છે.









