Gujarat

વડોદરામાં જાણીતી બ્રાન્ડનો નકલી દારૂ બનાવવાનો કારસો : બોટલો, સ્ટીકરો સાથે મહિલા સહિત ત્રણની ધરપકડ

By GS TEAM
25 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરામાં નકલી દારૂ બનાવવાની તેમજ દારૂ માટેની બોટલો તૈયાર કરવાની બે મીની ફેક્ટરી શહેર પોલીસે ઝડપી પાડી એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં જાણીતી બ્રાન્ડનો નકલી દારૂ બનાવવાનો કારસો : બોટલો, સ્ટીકરો સાથે મહિલા સહિત ત્રણની ધરપકડ

Vadodara Duplicate Liquor : વડોદરામાં નકલી દારૂ બનાવવાની તેમજ દારૂ માટેની બોટલો તૈયાર કરવાની બે મીની ફેક્ટરી શહેર પોલીસે ઝડપી પાડી એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. 

આ અંગેની વિગત એવી છે કે શહેરના મધ્યમાં અજબડી મિલ પાસે તેમજ લાલ અખાડા પાસે વારસિયામાં આવેલા બે ગોડાઉનમાં દારૂની ખાલી બોટલો લાવી તેની સાફ સફાઈ કર્યા બાદ તેના ઉપર નવા બ્રાન્ડેડ દારૂની કંપનીના સ્ટીકરો ચોંટાડી આ બોટલોનો જથ્થો બુટલેગરોને વેચવામાં આવે છે. તેવી માહિતીના આધારે શહેર પીસીબીએ બંને ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. 

ગોડાઉનમાં જાણીતી વિદેશી બ્રાન્ડની દારૂની ખાલી બોટલો તેમજ બોટલો ઉપરના બુચ તેમજ સ્ટીકરો અને બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે વારસિયા રિંગ રોડ પર આવેલ રુપલ સોસાયટીમાં રહેતા મનીષ ભગવાનદાસ મેઘવાણી અને હેમાબેન ભગવાનદાસ મેઘવાણી તેમજ ગોડાઉનમાં કામ કરતા ભોલા સંજય રાવલ (રહે-વુડાના મકાન, ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે)ની ધરપકડ કરી તેઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.