અકોટા ગામ નજીક ડમ્પર ચાલકે ચારથી પાંચ વાહનોને ટક્કર મારી: પોલીસ વાનના કાચનો ભૂકો થયો
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં અકોટા ચાર રસ્તા પાસે પીસીઆર વાનને ડમ્પર ચાલકે ટક્કર મારતા વાનના કાચના ભુક્કા થઈ ગયા છે. જ્યારે વાન ચાલક પોલીસનો બચાવ થતા ડમ્પર ચાલકને સ્થાનિક પોલીસ મથકે લઈ જવાયો હતો. વિસ્તારમાં ટ્રાફિકજામ સહિત ટોળા એકત્ર થયા હતા. આ ડમ્પર ચાલકે આગળ પણ કેટલાય વાહનચાલકોને અડફેટે લીધા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ વિસ્તારમાં અકોટા ગામ નજીક પોલીસની પીસીઆર વાન હતી. દરમિયાન પૂર ઝડપે આવેલા ડમ્પર ચાલકે ટક્કર મારતા પીસીઆર વાનના આગળના કાચ નો ભૂકો બોલી ગયો હતો. અકસ્માતના પરિણામે વિસ્તારમાં ટ્રાફિક જામ થતા ઘટના સ્થળે સ્થાનિકોના ટોળા એકત્ર થયા હતા. ટોળાએ જણાવ્યું હતું કે આ ડમ્પર ચાલકે આગળ પણ કેટલાક વાહન ચાલકને લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે ડમ્પર ચાલકને સ્થાનિક પોલીસ મથકે લઈ જઈ બેસાડી દીધો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે શહેરમાં ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પણ કેવી રીતે એન્ટ્રી લે છે તેની જો તપાસ થાય તો હપ્તાનું રાજકારણ જરૂર બહાર આવે તેમ છે.