Get The App

ગોત્રી નિલામ્બર સર્કલ પાસે ON DUTY VMSS લખેલા ડમ્પર ચાલકની ધરપકડ,ડમ્પર કબજે

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
ગોત્રી નિલામ્બર સર્કલ પાસે ON DUTY VMSS લખેલા ડમ્પર ચાલકની ધરપકડ,ડમ્પર કબજે 1 - image

 વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનના નામે ઓન ડયૂટી લખેલા એક ડમ્પરને પોલીસે કબજે કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે,ગઇ સાંજે ગોત્રીના નિલામ્બર સર્કલથી ઘડિયાળ સર્કલ વચ્ચે રોંગ સાઇડ પર પાર્ક કરેલા એક ડમ્પરને કારણે ટ્રાફિક જામ થયો હતો.

જેથી ડમ્પરના ડ્રાઇવર સુરેન્દ્રસિંહ પ્રતાપ સિંહ પરમાર(નવા શિહોરા,ડેસર,વડોદરા)ની ધરપકડ કરી ડમ્પર કબજે લેવામાં આવ્યું હતું.ડમ્પર  પર ઓનડયૂટી વીએમએમએસ લખેલું હતું.પરંતુ કોર્પોરેશનમાં તપાસ કરતાં આ નંબરનું ડમ્પર તેમના કોઇ પણ કામમાં કે કોન્ટ્રાક્ટમાં નહિ હોવાનું કહેવાયું હતું.જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Tags :