Gujarat

કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે રામોલમાં શ્રમિક ઉપર ભેખડ પડતા મોત,કોન્ટ્રાકટરને નોટિસ જ અપાઈ

By GS TEAM
7 Jan 20261 min read
કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે  રામોલમાં શ્રમિક ઉપર ભેખડ પડતા મોત,કોન્ટ્રાકટરને  નોટિસ જ અપાઈ

  અમદાવાદ, બુધવાર, 7 જાન્યુ,2026

અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડમાં કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મંગળવારે રાતે મોત નિપજયુ હતુ. જે સ્થળે સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાની કામગીરી ચાલતી હતી એ સ્થળે કોન્ટ્રાકટર તરફથી કોઈ પ્રકારના સેફટી મેજરમેન્ટની વ્યવસ્થા કરાઈ નહીં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. નોંધપાત્ર બાબત એ છે કે, કોર્પોરેશને કોન્ટ્રાકટરને માત્ર નોટિસ જ આપી છે.

પૂર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં કોર્પોરેશન દ્વારા સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની કામગીરી વિસત કન્સ્ટ્રકશન નામના કોન્ટ્રાકટરને આપવામા આવી છે.મંગળવારે રાતે ૮.૩૦ કલાકના સુમારે ન્યુ મણિનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી સોસાયટી પાસેઆશરે ૮ ફુટ ઉંડાઈમાં જોડાણની કામગીરી ચાલી રહી હતી તે સમયે શ્રમિક ઉપર ભેખડ ઘસી  પડતા તેનુ મોત થયુ હતુ. આ ગંભીર ઘટના હોવા છતાં પૂર્વ ઝોનના એડીશનલ સીટી ઈજનેરના કહેવા મુજબ, કોન્ટ્રાકટરને નોટિસ આપી ખુલાસો માંગવામા આવ્યો છે.કોર્પોરેશન માટેની આ કામગીરી હોવા છતાં કેટલા ખર્ચથી આ કોન્ટ્રાકટરને કામગીરી આપવામા આવી છે. કોન્ટ્રાકટરે કામગીરી સમયે કોઈ પ્રકારના સેફટી મેજરમેન્ટ લીધા નહતા. આ પ્રકારના સ્થાનિકોના ગંભીર આક્ષેપ છતાં કોર્પોરેશન તરફથી કોન્ટ્રાકટરને છાવરવામા આવી રહયો હોવાની ચર્ચાએ મ્યુનિ.વર્તુળોમાં જોર પકડયુ છે.