Gujarat

શેઢી બ્રાન્ચ કેનાલમાં ગેટ રીપેરીંગની કામગીરીથી અમદાવાદના ત્રણ ઝોનના ૧૭ વોર્ડમાં આજથી ત્રણ દિવસ માટે પાણી કાપ

By GS TEAM
8 Jul 20251 min read
શેઢી બ્રાન્ચ કેનાલમાં ગેટ રીપેરીંગની કામગીરીથી અમદાવાદના ત્રણ ઝોનના ૧૭ વોર્ડમાં આજથી ત્રણ દિવસ માટે પાણી કાપ

  અમદાવાદ,મંગળવાર,8 જુલાઈ,2025

અમદાવાદના ત્રણ ઝોનના ૧૭ વોર્ડમાં શેઢી કેનાલમાંથી રાસ્કાવિયર દ્વારા પાણી પુરુ પડાય છે. સિંચાઈ વિભાગ દ્વારા શેઢી બ્રાન્ચ કેનાલમાં ગેટ રીપેરીંગની કામગીરી કરાઈ રહી છે. આ કારણથી ૧૭ વોર્ડમાં રહેતા લોકોને આજથી ત્રણ દિવસ પાણી કાપ સહન કરવો પડશે.૯થી ૧૧ જુલાઈ દરમિયાન આ તમામ વિસ્તારમાં પાણીને લઈ સમસ્યા ના સર્જાય એ માટે બોર ચલાવવા સુચના અપાઈ છે.

શહેરના ઉત્તર,પૂર્વ અને દક્ષિણ ઝોનમાં આવેલા ૧૭ વોર્ડમાં રાસ્કાવિયરમાંથી મળતા દૈનિક ૨૦૦  લાખ લિટર પાણીના જથ્થામાંથી પાણી આપવામાં આવે છે.સિંચાઈ વિભાગ તરફથી શેઢી બ્રાન્ચ કેનાલમાં ગેટ રીપેરીંગની કામગીરી શરુ કરાતા આ તમામ વિસ્તારોમાં પાણી અપુરતા પ્રમાણમાં મળશે. આ કારણથી આજથી ત્રણ દિવસ પાણી નહીં મળવાની કે પુરતા પ્રેસરથી મળવાની ફરિયાદો ટાળવા જે વિસ્તારમાં પાણીકાપ હશે ત્યાં બોર ચલાવી પાણી અપાશે.

પાણી કાપ કયાં -કયાં રહેશે?

ગોમતીપુર, ઓઢવ,અમરાઈવાડી,ભાઈપુરા,હાટકેશ્વર, વિરાટનગર, વસ્ત્રાલ,નિકોલ ઉપરાંત રામોલ,હાથીજણ, બાપુનગર, ઈન્ડિયાકોલોની,ઠકકરબાપાનગર,સરસપુર,રખિયાલ, સરદારનગર,કુબેરનગર, નરોડા,સૈજપુરબોઘા, બહેરામપુરા,દાણીલીમડા,ઈન્દ્રપુરી, ખોખરા, મણિનગર,લાંભા,ઈસનપુર, વટવા