Gujarat

ભારે વરસાદના પગલે એકર્સ્ટનલ પરીક્ષા 5 દિવસ પાછી ઠેલાઇ

By GS TEAM
18 Jun 20251 min read
ભારે વરસાદના પગલે એકર્સ્ટનલ પરીક્ષા 5 દિવસ પાછી ઠેલાઇ

- અલગ-અલગ 8 પરીક્ષાના 2083 છાર્ત્રોની પરીક્ષા મુલતવી

- પરીક્ષાના સમય અને કેન્દ્રમાં કોઈ ફેરફાર નહીં, રિવાઇઝડ્ હોલ ટિકિટ યુનિ.ની સાઇટ પર મુકાઇ

ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આવતીકાલ તા.૧૮થી શરૂ થનાર બાહ્ય અભ્યાસક્રમ(એકર્સ્ટનલ)ની પરીક્ષાઓ ભારે વરસાદની આગાહીના પગલે પાછી ઠેલવવામાં આવી છે. હવે આ પરીક્ષા તા.૨૩ જૂનથી શરૂ થશે. જો કે, પરીક્ષાનો સમય અને કેન્દ્ર યથાવત રહેશે. 

મળતી વિગતો મુજબ મ.કૃ.ભાવનગર યુનિવર્સિટી દ્વારા આવતીકાલ તા.૧૮ ને બુધવારથી બાહ્ય અભ્યાસક્રમની પરીક્ષાઓ શરૂ થનાર હતી. જેમાં  ટીવાય.બી.એ.ના ૫૪૫, ટી.વાય. બી.કોમ.ના ૫૪, એમ.એ.-૧ ૮ પેપરના ૯૩૫, ૧૦ પેપરના ૧૯૨, એમકોમ પાર્ટ-૧ના ૩૧૧, પાર્ટ-૨ના ૧૨, એમ.એ.-૨ ૮ પેપરના ૨૭ અને ૧૦ પેપરના ૭ મળી ૨૦૮૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ, ભાવનગર શહેર અને જિલ્લામાં પડી રહેલાં ભારે વરસાદના પગલે આ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. હવે આ તમામ પરીક્ષાઓ આગામી તા. જૂનથી લેવામાં આવશે તેમ યુનિ.ના પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હુતં. જો કે, આ તામમ વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય અને કેન્દ્રમાં કોઇ ફેરફાર કરાયો નથી. પરીક્ષાનું રિવાઇઝ સમય પત્રક તથા હોલ ટિકિટ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મુકવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓને ડાઉનલોડ કરી લેવા જણાવાયું છે.