જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સુરતમાં ફરી એક વાર ખાડી પુરની ભીતી
સુરતમાં રવિવારે સુરતની સાથે જિલ્લામાં પણ વરસાદ શરુ થયો છે જિલ્લામાં પડેલા વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડી બંને કાંઠે વહેતી થતાં સુરતમાં ફરી એક વાર ખાડી પુરની આશંકા વ્યક્ત થઈ રહી છે. ખાડી પુરની આશંકાના કારણે ખાડી કિનારે આવેલા સરથાણા ઝોન સાથે અન્ય ઝોનને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. જોકે, ખાડી ઓવર ફ્લો થઈ ન હોવા છતાં કડોદરા સુરત રોડ પર પાણીનો ભરાવો થતાં વાહન વ્યવહાર માં મુશ્કેલી ઊભી થઈ હતી.
સુરત જિલ્લામાં પડેલા વરસાદના કારણે જિલ્લાના કેટલાક વિસ્તારનું પાણી સુરતમાંથી પસાર થતી ખાડીમાં આવે છે અને તેના કારણે મીઠીખાડી નું લેવલ પોણા 8 મીટર થતા લો લાઈન એરિયામા ખાડી ના પાણી ભરાવાનું શરૂ થયું છે. આ ઉપરાંત ખાડી કિનારે આવેલા જા ચોક, નુરે ઇલાહી નગર, વામ્બે આવાસ, કમરૂનગર સંજયનગર માં વરસાદી પાણી સાથે ખાડીના પાણીનો ભરાવો થયો છે. હજી પણ શહેર સાથે જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખાડી પુર ની આશંકા થઈ રહી છે જેના કારણે ખાડી કિનારે આવેલા પાલિકાના તમામ ઝોનને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.