Get The App

રાજ્યમાં આગામી 24 કલાકમાં આ જિલ્લાને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું યેલો એલર્ટ

Updated: Oct 13th, 2024

GS TEAM


Google News
Google News
રાજ્યમાં આગામી 24 કલાકમાં આ જિલ્લાને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું યેલો એલર્ટ 1 - image


Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસથી મેઘરાજાએ રિ-એન્ટ્રી કરી છે. જોકે, નોરતા પછી પણ મેઘરાજા વિરામ લેવાના મૂડમાં નથી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક પણ મેઘરાજા પોતાની હાજરી પૂરાવે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકની વરસાદની આગાહી કરતાં રાજ્યના અમુક જિલ્લાને યેલો એલર્ટ પણ આપ્યું છે. 

સૌરાષ્ટ્રના આ જિલ્લાને અપાયું યેલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યના અમુક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મુખ્યરૂપે જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદના આગાહીના કારણે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ શરદ પૂનમે ચંદ્ર કાળા વાદળો સાથે રમશે સંતાકૂકડી, કેટલાક જિલ્લામાં ખેલૈયાઓ નહી રમી શકે ગરબા

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી

આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીના રૂપે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ઉત્તર ગુજરાતમાં મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાને ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, કાલથી વરસાદમાં ભારે ઘટાડો જોવા મળશે. 

આ પણ વાંચોઃ અમદાવાદ ટ્રાફિક પોલીસ પર લગામ! ફરજિયાત કેમેરો પહેરવો પડશે, સ્પેશિયલ મોનિટરિંગ સ્કવૉડ રાખશે નજર

શું છે અમદાવાદની સ્થિતિ?

આ સિવાય અમદાવાદમાં છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં વરસાદનું ભારે જોર નહીં જોવા મળે. જોકે, આવતીકાલથી જેમ-જેમ વરસાદનું જોર ઘટશે તેમ ઉકળાટ પણ થઈ શકે છે. ભેજવાળું વાતાવરણ અને ઉત્તર-પૂર્વીય પવન ફૂંકાવાના કારણે ઉકળાટ સહન કરવો પડી શકે છે. 

Tags :