Gujarat

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને લીધે ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અટવાશે : વધુ બે રસ્તા બંધ

By GS TEAM
13 Feb 20262 mins read
TukuTouch Logo
નવાપુરા વિસ્તારના કેટલાક રોડ રસ્તા આજથી કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી બંધ

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને લીધે ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અટવાશે : વધુ બે રસ્તા બંધ

Vadodara : વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વિવિધ વિકાસના કામોને ધ્યાનમાં રાખી ઠેર ઠેર ખોદકામ કરી દેવામાં આવ્યા છે જેથી આગામી દિવસમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા આવનાર છે ત્યારે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં અટવાશે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો બીજી બાજુ આજે કોર્પોરેશન દ્વારા વધુ બે રસ્તા બંધ કરવાની જાહેરાત આપવામાં આવી છે.

 વડોદરા શહેરમાં જુદી જુદી 20 જેટલી જગ્યાએ કોઈપણ કારણોસર રોડ રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. આગામી નવા વર્ષ સુધીમાં બજેટમાં ફાળવાયેલી રકમ વાપરવાના ઇરાદે કરાતી કાર્યવાહીમાં વધુ એક રસ્તો નવાપુરા વિસ્તારમાં ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાના ભાગરૂપે નવાપુરા એપીએસ અપગ્રેડેશન કરવા અને ગ્રેવિટી લાઈન નાખવાની કામગીરી માટે જૂની એસએસસી કચેરીથી મહાદેવ મંદિરથી એસ.આર.પી કેમ્પસ પાસેના સાઈ મંદિર સુધીનો રસ્તો કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી આજથી બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ધોરણ 10-12ની પરીક્ષાઓ શરૂ થશે. જ્યારે બીજી બાજુ શહેરના જુદા જુદા વિસ્તારમાં અનેક જગ્યાએ વિવિધ કારણોસર રોડ રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે પરિણામે પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓ આવા વિસ્તારોમાંથી પસાર થતાં ટ્રાફિકના કારણે અટવાશે. પરિણામે ઘરેથી બાળકોને વહેલા નીકળવાની અપીલ કરવામાં આવી છે. બીજી બાજુ સંસ્થાકીય ચુંટણીઓ હવે નજીકમાં છે અને એ નજીકમાં છે. ચાલુ વર્ષનું બજેટ 31, માર્ચ સુધીનું છે. શહેરના વિકાસ વિસ્તાર માટે બજેટમાં ફાળવવાની નાણાકીય જોગવાઈઓ 31, માર્ચ અગાઉ પૂરી કરવાની હોવાથી વિવિધ કારણોસર રોડ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. 

જેમાં હવે નવાપુરા વિસ્તારમાં જેને જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા આપવાના ભાગરૂપે હાલમાં નવાપુરા એપીએસ અપગ્રેડેશન કરવાનું તેમ જ ગ્રેવીટી લાઈન નાખવાની કામગીરી માટે કોન્ટ્રાક્ટર દ્વારા ઉપયોગમાં લેવાના એવી મશીનરી કારીગરો મજૂરોની હેરાફેરી તથા કામ માટે મટીરીયલ રાખવાની જગ્યાના કારણે નવાપુરાની જૂની એસએસસી કચેરી પાસેથી મહાદેવ મંદિરથી એસઆરપી કેમ્પસ પાસે આવેલ સાઈ મંદિર સુધીનો રસ્તો કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી સ્થળ સ્થિતિની આવશ્યકતા મુજબ તબક્કાવાર તમામ પ્રકારના વાહનો માટે આજથી બંધ કરાશે. જેના વિકલ્પમાં કામગીરી સિવાયના ભાગમાં અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા ડ્રેનેજ શાખા દ્વારા જણાવ્યું હતું.