Gujarat

જામનગર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે 25 ડેમમાંથી 10 જળાશયો ઓવરફ્લો : 7 ડેમોમાંથી પાટિયા ખોલી પાણી છોડાયું

By GS TEAM
25 Aug 20251 min read
TukuTouch Logo
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મધ્યમથી હળવો વરસાદ પડી રહ્યો છે, અને સર્વત્ર વરસાદી માહોલ બંધાયેલો છે, ત્યારે જામનગર જિલ્લાના 25 જળાશયો કે જેમાં નવા નીર આવી રહ્યા છે, જે પૈકી હાલ 10 ડેમો ઓવરફ્લો થઈ ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે 25 ડેમમાંથી 10 જળાશયો ઓવરફ્લો : 7 ડેમોમાંથી પાટિયા ખોલી પાણી છોડાયું

Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મધ્યમથી હળવો વરસાદ પડી રહ્યો છે, અને સર્વત્ર વરસાદી માહોલ બંધાયેલો છે, ત્યારે જામનગર જિલ્લાના 25 જળાશયો કે જેમાં નવા નીર આવી રહ્યા છે, જે પૈકી હાલ 10 ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. જ્યારે સાત ડેમો કે જે ગેટવાળા હોવાથી તેના પાટિયા ખોલીને તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લાનો ફુલઝર ડેમ, રૂપારેલ ડેમ, કંકાવટી, રંગમતી, રણજીત સાગર, વાગડિયા, અને રસોઈ-2 સહિતના 10 ડેમ ઓવર ફ્લો થઈ ગયા છે.

જ્યારે 7 ડેમના પાટિયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ઊંડ-1 ડેમ, ઉમિયા સાગર, કંકાવટી, રંગમતી, ફુલઝર કોટડા-બાવીસી અને આજી-4 ડેમ કે જેમાં ગેઇટ લગાવેલા હોવાથી તેમાં ડેમનું લેવલ જાળવવાના ભાગરૂપે પાટીયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. બાકીના અન્ય જળાશયોમાં પણ ધીમીધારે નવા નીર આવી રહ્યા છે.