વીજ કટોકટીના કારણે કચ્છ જિલ્લાના રવિ પાકને નુકસાન થવાની ભીતિ
- ભારતીય કિસાન સંઘે પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી
- ખેડૂતોએ વીજ જોડાણ મેળવવા ચાર થી છ માસ અગાઉ નાણાં ભરી દીધા હોવા છતાં કનેક્શન અપાયા નથી
ભુજ, રવિવાર
અપુરતા વરસાદના કારણે કચ્છમાં અનેક વિસ્તારોમાં ખેડુતોને ભારે નુકસાન સહન કરવાનું આવ્યું છે. આખો પાક નિષ્ફળ ગયો છે જેની કળમાંથી માંડ બેઠા થયેલા ખેડુતો રવીપાકની વાવણી કરી છે પરંતુ કૃત્રિમ મુસીબત થકી તે પણ નિષ્ફળ જાય તેવી ભીતી ઉભી થઈ છે. ત્યારે વીજકટોકટીના કારણે રવિપાકને અવળી અસર પડશે તેવી રજુઆત કરવા કિસાનો પીજીવીસીએલ કચેરી પહોંચ્યા હતા. જેમાં અિધકારીઓ સાથે બેઠક કરાઈ હતી.
પીજીવીસીએલ કચેરીના અિધકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ભારતીય કિસાન સંઘના સભ્યોએ જણાવ્યું હતું કે, વીજ કટોકટીના કારણે કચ્છમાં ખેતીવાડી વિસ્તારોમાં ટુકડે ટુકડે તેમજ અપુરતો વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જેના કારણે રવિપાક પર તેની અવળી અસર પડશે તેવી ભીતી ઉભી થઈ છે. જિલ્લાભરમાં આ સમસ્યા સતાવી રહી છે. અલગ અલગ વિસ્તારના ધરતીપુત્રોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયાથી ટુકડે ટુકડે વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. જેના કારણે યોગ્ય રીતે પિયત ન થવાથી રવિ પાકને નુકસાન થશેે. આ ઉપરાંત ખેડૂતોએ વીજ જોડાણ મેળવવા ચાર થી છ માસ અગાઉ નાણા ભરી દિાધા હોવાછતાં આજ દિવસ સુાધી કનેક્શન અપાયા નાથી. જર્જરીત વીજવાયરોની સમસ્યા છે, ટ્રાન્સફોર્મર બળી જાય તેવા કિસ્સામાં ચાર થી છ દિવસનો સમય નીકળી જાય છે. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વિસ્તારમાં પ્રિ- મોનસુન કામગીરી થઈ નાથી પરીણામે અવારનવાર વીજ વિક્ષેપ સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દરેક તાલુકામાં પેદા થતાં વીજ પ્રશ્નો સંકલનની બેઠકમાં મુકાયા હતા. પુર્વ અને પશ્ચિમ કચ્છના ઈજનેરોએ બનતી ત્વરાએ યોગ્ય કરવાની ખાતરી આપી હતી. તેમજ કેટલાક પ્રશ્નો નિતિ વિષયક હોતા ઉપલી કક્ષાએ મુકાશે તેમ જણાવાયું હતું. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ શિવજી બરાડીયા, મંત્રી વાલજી લીંબાણી ,મહિલા પ્રમુખ રાધા બેન ભુડીયા સહિતના હાજર રહ્યા હતા.