દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ, દૂધ ખરીદીના ભાવમાં 20 રુપિયાનો વધારો
હાલ 750 રૂપિયા ચૂકવામાં આવે છે તેમની જગ્યાએ ડેરી 770 રૂપિયા ચૂકવાશે
Updated: Dec 24th, 2022
![]() |
Image: envato |
મહેસાણાની દૂધસાગર ડેરીએ નવા વર્ષમાં પશુપાલકોને ભેટ આપી ખુશખુશાલ કરી દીધા છે. આજે દૂધસાગર ડેરીએ જાહેરાત કરી જાણ કરી હતી કે, તે દૂધના ખરીદ ભાવમાં 20 રુપિયાનો વધારો કરશે. નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી નવો ભાવ વધારો અમલીકરણમાં મુકાશે. હાલ પશુપાલકને જે દૂધની ખરીદી પર 750 રૂપિયા ચૂકવામાં આવે છે તેમની જગ્યાએ ડેરી 770 રૂપિયા ચૂકવાશે.
છેલ્લા 23 મહિનામાં દૂધના કિલો ફેટના ભાવમાં 120 રૂપિયા જેટલી વધારો કર્યો છે. આ વધારાથી 5 લાખ પશુપાલકોને થશે ફાયદો થઇ શકશે. નાના અને મધ્યમ વર્ગના પશુપાલકોને તેનાથી ખુબ ફાયદો થઇ શકે છે. પશુપાલકોના ફાયદાની સાથે સાથે દર મહિને સાત કરોડ રુપિયા ઉત્પાદકોને પણ મળશે. જેના લીધે હાલ મોઘવારીથી પરેશાન પશુપાલકોને થોડી રાહત મળી શકશે.
અ પહેલા દૂધસાગર ડેરીએ દિવાળી સમયે પશુપાલકોને મોટી ગિફ્ટ આપી હતી. દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કરાયો હતો. તે સમયે 740ના બદલે રૂ.750 રૂપિયા ભાવ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. તે ઉપરાંત આ નિર્ણયથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટ 10 રૂપિયા વધુ મળ્યા હતાં. દૂધ સાગર ડેરીના આ નિર્ણયથી 6 લાખ 50 હજાર પશુપાલકોને ફાયદો થયો હતો.