Gujarat

નવરાત્રીમાં મોડી રાત્રે બેફામ રીતે કાર ચલાવનાર પીધેલો યુવક અને તેનો મિત્ર પકડાયા

By GS TEAM
23 Sep 20251 min read
TukuTouch Logo
વડોદરામાં નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા ઠેર-ઠેર પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે ત્યારે ગઈ મોડી રાતે ગરબા ચાલી રહ્યા હતા તે દરમિયાન દાંતના નશામાં બેફામ રીતે કાર્ડ ચલાવનાર એક યુવક અને તેના મિત્રને પોલીસે ઝડપી પાડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રીમાં મોડી રાત્રે બેફામ રીતે કાર ચલાવનાર પીધેલો યુવક અને તેનો મિત્ર પકડાયા

Vadodara : વડોદરામાં નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા ઠેર-ઠેર પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે ત્યારે ગઈ મોડી રાતે ગરબા ચાલી રહ્યા હતા તે દરમિયાન દાંતના નશામાં બેફામ રીતે કાર્ડ ચલાવનાર એક યુવક અને તેના મિત્રને પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, રેલવે સ્ટેશન તરફથી આવી રહેલી એક કારનો ચાલક બેફામ રીતે કાર ચલાવતો હોવાથી એને આંતરીને પૂછપરછ કરવામાં આવી હતી. જે દરમિયાન તેનું નામ જીગ્નેશ ભાસ્કરભાઈ વાળંદ (શ્રીજી રામ એપાર્ટમેન્ટ,પરિવાર ચાર રસ્તા વાઘોડિયા રોડ) તેમજ તેની પાસે બેઠેલા યુવકનું નામ શુભમ શત્રુઘ્ન યાદવ (મેપ નમુદ્રા એપાર્ટમેન્ટ, માંજલપુર) હોવાનું જણાઈ આવ્યું હતું.

પોલીસે બંનેને ચેક કરતા તેઓ દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે કાર કબજે કરી બંનેની ધરપકડ કરી હતી.