વડોદરાઃ ગેંડાસર્કલ પાસે ગઇસાંજે દારૃના નશામાં કાર ચલાવી અકસ્માત કરનાર મહિલાની ગોરવા પોલીસે ધરપકડ કરી હતી.
સારાભાઇ કેમ્પસ ખાતે બનેલા બનાવ અંગે પોલીસે કહ્યું છે કે,ગઇકાલે સાંજે સારા ભાઇ કેમ્પસની દિવાલમાં કાર અથાડીને એક મહિલાએ નુકસાન કર્યું હોવાથી પોલીસે તેની અટકાયત કરી હતી.
મહિલાનું નામ પ્રિશા ચતુર્વેદી (ન્યુ સમા રોડ) હોવાનું ખૂલ્યું હતું.તે દારૃના નશામાં હોવાનું જણાઇ આવતાં પોલીસે ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો કેસ કરી ધરપકડ કરી હતી.


