વડોદરા સ્ટેશન રોડ ઉપર દારૂના નશામાં બેફામ વાન હાંકતો ચાલક ઝડપાયો
Vadodara Drink and Drive : વડોદરાના રેલ્વે સ્ટેશન નજીક ગઈકાલે રાત્રે દારૂના નશામાં બેફામ રીતે કાર ચલાવતા એક ચાલકની પોલીસે ધરપકડ કરી હતી.
ટ્રાફિક શાખાની ટીમ ગઈકાલે રાત્રે સયાજીગંજ સ્ટેશન નજીકની ઓફિસ પાસે હાજર હતી તે દરમિયાન કાલાગોળા તરફ જઈ રહેલી એક વાનનો ચાલક બેજવાબદારી પૂર્વક અને બેફામ રીતે વાન ચલાવતો હોવાથી પોલીસે તેને રોક્યો હતો.
પોલીસે તેની તપાસ કરતા ચાલકનું નામ વિક્રમ તુલસીભાઈ રાઠવા (ભાગ્યલક્ષ્મી સોસાયટી, અકોટા રેલવે લાઈન પાસે) હોવાનું જણાઈ આવ્યું હતું. કાર ચાલક દારૂના નશામાં ધૂત હોવાથી પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઇવ બદલ તેની ધરપકડ કરી કાર કબજે કરી હતી.