વડોદરામાં દારૂના નશામાં PSIએ સર્જયો અકસ્માત, એડિશનલ જીએસટી કમિશનરની કારને મારી ટક્કર
Vadodara News : વડોદરામાં છાણી બ્રિજ નજીક પીએસઆઈ વાય.એચ.પઢીયારે દારૂમાં નશામાં અકસ્માત સર્જોયો હોવાની ઘટના સામે આવી છે. પીએસઆઈની કારે એડિશનલ જીએસટી કમિશનરની કાર, એક એક્ટિવા સહિત ત્રણ વાહનોને ટક્કર મારી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે.
મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ લોકો એકઠા થયા હતા અને પીએસઆઈની કારમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી છે. પીએસઆઈએ એક્ટિવાચાલક યુવકને લાફો માર્યો હોવાનું પણ જાણવા મળે છે. આ યુવકે જણાવ્યું કે, મારી એક્ટિવાને ટક્કર મારીને તેઓ નીકળ્યા હતા. પછી અમે સાહેબને અપીલ કરી કે તમે બહાર નીકળી જાવ. પરંતુ તેણે કહ્યું થાય તે કરી લો. જ્યારે પીએસઆઈને લોકોએ ગાડીમાંથી બહાર કાઢ્યા તો તે ચિક્કાર દારૂના નશામાં હતા. તેમની ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી અને રજા હોવાથી તેઓ પોતાના ઘરે બોટાદ જઇ રહ્યા હતા.