Ahmedabad News: અમદાવાદમાં હાઈપ્રોફાઈલ ગણાતા શીલજ-રાંચરડા રોડ પર મોડી રાત્રે દારૂના નશામાં કારચાલકે ભારે તાંડવ મચાવ્યો હતો. કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા 9 વાહનોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

નશામાં ધૂત કારચાલકની દાદાગીરી
પ્રાપ્ત માહિતી મુજબ, નિતિન શાહ નામના કારચાલકે નિયંત્રણ ગુમાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરને ટક્કર મારી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ અનેક વાહનોને ભારે નુકસાન થયું છે. સ્થાનિક લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો. બોપલ પોલીસે તેની અટકાયત કરી મેડિકલ તપાસ હાથ ધરી છે.
અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ કારચાલકને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસને સોંપતા પહેલા રોષ પણ વ્યક્ત કર્યો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે.ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કારચાલક નિતિન શાહની અટકાયત કરી હતી અને તેની મેડિકલ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.


