Gujarat
તરસાલીમાં નશેબાજ કારચાલકે અકસ્માત કર્યો
By GS TEAM
5 Mar 20261 min read

વડોદરા,ગઇકાલે રાત્રે એક નશેબાજ કારચાલકે તરસાલી વિસ્તારમાં અકસ્માત કરતા મકરપુરા પોલીસે ગનો દાખલ કર્યો છે. જોકે, કોઇને ઇજા થઇ નહતી.
મકરપુરા પોલીસને ગઇકાલે રાત્રે આઠ વાગ્યે મેસેજ મળ્યો હતો કે, તરસાલી સોમાતળાવ રોડ પર ચંદ્રનગર સોસાયટીપાસે અકસ્માત થયો છે. જેથી, પોલીસની ટીમે સ્થળ પર જઇને તપાસ કરતા એક કાર અકસ્માત થયેલી મળી હતી. કારના ચાલકને નીચે ઉતારી પૂછતા તેણે પોતાનું નામ મીત ગિરીશભાઇ પટેલ, ઉં.વ.૨૩ (રહે.કેશવ પાર્ક સોસાયટી, ઉમા વિદ્યાલયની પાસે, તરસાલી) જણાવ્યું હતું. તેણે દારૃનો નશો કર્યો હોઇ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.








