Get The App

વડોદરામાં ફરી નશેબાજ કાર ચાલકનો તરખાટ, ત્રણ વાહનોને ટક્કર મારી બે રાહદારીઓને ઈજા પહોંચાડી

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ફરી નશેબાજ કાર ચાલકનો તરખાટ, ત્રણ વાહનોને ટક્કર મારી બે રાહદારીઓને ઈજા પહોંચાડી 1 - image

image : Social media

Vadodara Drink and Drive : વડોદરાના ડભોઇ રોડ પર શક્તિનગરની પાછળ હીરાબાનગરમાં રહેતા અને ગેરેજમાં નોકરી કરતા ધીરજ યાદવએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તારીખે સાંજે 4:00 વાગે હું તથા મારા ઘરની બાજુમાં રહેતો સુમિત ઠાકોર વાઘોડિયા રોડ ડી માર્ટમાં કપડાં લેવા માટે ગયા હતા અને કપડા લઈને બહાર નીકળી રોડ ક્રોસ કરીને ચાલતા ઘરે જતા હતા.

સાંજે 4:30 વાગ્યે ગુરુકુળ સર્કલ બાજુથી એક બ્લેક કલરની ટાટા કંપનીની હેરિયર કારનો ચાલક પૂર ઝડપે આવ્યો હતો અને રોડની સાઈડમાં મૂકેલી ઇકો કાર, બાઈક તથા અલ્ટો કારને ટક્કર મારી હતી. ત્યારબાદ તેની કાર મારા પગની આંગળીઓ પર ચડી ગઈ હતી તેમજ સુમિતના ડાબા પગ પર પણ તેને કાર ચડાવી દીધી હતી. લોકોએ પીછો કરીને કારચાલકને ઝડપી પાડ્યો હતો કાર ચાલકનું નામ રવિરાજસિંહ મહિપતસિંહ જાડેજા (રહે-શ્રીનાથજી પેલેસ, સમા-સાવલી રોડ, વડોદરા, મૂળ રહે-ગામ ધ્રાફા, તાલુકો-જામજોધપુર, જીલ્લો જામનગર) હોવાનું જણાવ્યું હતું. કાર ચાલક રવિરાજસિંહ દારૂના નકામા હોવાનો જણાઈ આવતા પોલીસે તેની સામે દારૂ પીને કાર ચલાવવાનું અલગથી ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે.

Tags :