Gujarat

આજવા રોડ પર નશાબાજ કાર ચાલકે બુલેટ ચાલકને ટક્કર મારી

By GS TEAM
11 Dec 20251 min read
TukuTouch Logo
આજવા રોડ શ્રી હરિ ટાઉનશિપમાં રહેતો આદર્શ રાજેન્દ્રકુમાર સિંહ નિઝામપુરા ખાતે આવેલ એરટેલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાત્રે 9:30 વાગે તે બુલેટ લઈને સરદાર એસ્ટેટ તરફથી ઘરે પરત જતો હતો તે વખતે શ્રી હરિ ટાઉનશિપ પાસે ડિવાઈડર ના કટ થી રસ્તો કરવા જતા કમલા નગર તળાવ તરફથી એક સફેદ કલરની કાર પૂરઝડપે આવી હતી અને તેને બુલેટને ટક્કર મારતા તે રોડ ઉપર ફગોળાઈનો પડ્યો હતો. તેના ડાબા પગ તથા પાંસળીના થતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

આજવા રોડ પર નશાબાજ કાર ચાલકે બુલેટ ચાલકને ટક્કર મારી

આજવા રોડ શ્રી હરિ ટાઉનશિપમાં રહેતો આદર્શ રાજેન્દ્રકુમાર સિંહ નિઝામપુરા ખાતે આવેલ એરટેલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાત્રે 9:30 વાગે તે બુલેટ લઈને સરદાર એસ્ટેટ તરફથી ઘરે પરત જતો હતો તે વખતે શ્રી હરિ ટાઉનશિપ પાસે ડિવાઈડર ના કટ થી રસ્તો કરવા જતા કમલા નગર તળાવ તરફથી એક સફેદ કલરની કાર પૂરઝડપે આવી હતી અને તેને બુલેટને ટક્કર મારતા તે રોડ ઉપર ફગોળાઈનો પડ્યો હતો. તેના ડાબા પગ તથા પાંસળીના થતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કોઈએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસની ગાડી આવી ગઈ હતી અને કાર ચાલક પ્રતીક ગુલાબરાવ બોરસે રહે ડ્રીમ હેવન આજવા રોડ ને પકડી લીધો હતો. કાર ચાલકે દારૂનો નશો કર્યો હતો તેમજ તેની કારમાંથી દારૂની ચાર નાની બોટલો મળી આવી હતી, જેથી બાપોદ પોલીસે તેની સામે ગુનો દાખલ કરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નશાબાજ કાર ચાલક રાજકોટ એરપોર્ટ પર ફાયરમેન તરીકે નોકરી કરે છે એને શાકભાજી લેવા ઘરેથી નીકળ્યો હતો શાકભાજી લઈને જતા સમયે તેણે બુલેટ ચાલકને ટક્કર મારી હતી આરોપી દારૂ ક્યાંથી લાવ્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.