રાતે મકરપુરા ભવન સ્કૂલ પાસે નશેબાજ કાર ચાલકે હંગામો કરતા ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા લોકરક્ષક જવાન કુલદીપ સિંહ ગઈકાલે મકરપુરા ભવન સ્કુલ ત્રણ રસ્તા પાસે નવરાત્રી ગરબા મહોત્સવ અનુસંધાને ટ્રાફિક પોઇન્ટ પર હાજર હતા. રાત્રે પોણા બાર વાગે સ્પંદન સર્કલ તરફથી એક કાર ચાલક ભવન સ્કૂલ પાસેના સર્કલ કરીને જવાના બદલે નજીકમાંથી વળાંક લઇ રોંગ સાઈડ ગાડી ચલાવતો હતો. પ્રતાપ નગર પર જતા રોડ પર બાઈક સવાર યુવક યુવતી પાછળ બેઠેલી યુવતીને પગમાં કાર ચાલકે ઈજા પહોંચાડી હતી અને તેમની સાથે ઝઘડો કરતો હતો.
કારચાલકે રોડની વચ્ચે પોતાની કાર રાખી ટ્રાફિક અડચણ કરતો હોઈ ટ્રાફિક જવાને તેને કાર સાઈડમાં લેવાનું જણાવતા કારચાલકે ટ્રાફિક જવાન સાથે અસત્ય વર્તન કરી ઝપાઝપી કરી હતી. દરમિયાન રાહદારીઓ ભેગા થઈ જતા તેમની સાથે પણ કારચાલક ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેથી ટ્રાફિક જવાને કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસની વાન આવી ગઈ હતી અને કારચાલક ને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. કાર ચાલકનું નામ દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંધા રહે, તત્વ અરોમા પ્લેટ સાંઈ ચોકડી પાસે માંજલપુર મૂળ રહે કરજણ હોવાનું જણાય આવ્યું હતું તેણે દારૂનો નશો કર્યો હોવાનું જણાય આવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે.









